ગુજરાતમાં નાના મોટા હજારોની સંખ્યામાં મંદિરો આવેલા છે. તેમાંથી કેટલાક પ્રાચીન મંદિરો એવા છે જ્યાં લોકોને ચમત્કારની અનુભૂતિ થતી હોય. આજે તમને એક આવા જ મંદિર વિશે જણાવીએ જ્યાં અનોખા ચમત્કાર લોકોને થયા છે. આ મંદિર નડિયાદમાં આવેલું છે અને તે સંતરામ મંદિર છે.
સંતરામ મંદિર ખાતે પોષ મહિનાની પૂનમ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને અહીં હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. આ મંદિર સાથે પૂનમનો ખાસ સંબંધ છે અને આ દિવસે અહીં મોટી સંખ્યામાં એવા માતા-પિતા આવે છે જેમના બાળકો બોલતા ન હોય અથવા તોતડું બોલતા હોય. જે દંપત્તિનું બાળક બોલતું ન હોય તેવા દંપત્તિ અહીં બોરની માનતા રાખે છે.
આ મંદિરમાં પોસ્ટ મહિનાની પૂનમના દિવસે આવીને બોરની ઉછામણી કરવામાં આવે તો માતા પિતાની માનતા પૂરી થાય છે. અહીંનો પ્રસાદ ઘરે લઈ જઈને બાળકને ખવડાવવાથી તે બોલતું થાય છે અને તોતળું બાળક સારું બોલતું થઈ જાય છે. આ દિવસે બોર્ડની પ્રસાદી લેવા માટે અહીં ઓજારોની સંખ્યામાં ભક્તો આવે છે.