કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી. આ વાત આપણા મંદિરોમાં સૌથી વધારે લાગુ પડે છે. આપણી આસપાસ મોટી સંખ્યામાં મંદિરો આવેલા છે પરંતુ તેમાંથી કેટલાક મંદિરો એવા છે જેને લઈને વિશેષ પ્રકારની માન્યતા લોકોમાં પ્રવર્તે છે.
મોટાભાગના લોકો સંકટ સમયે પોતાના ઇષ્ટદેવની માનતા રાખે છે. જ્યારે મનોકામના પૂર્ણ થાય તો તેઓ દર્શન કરવા પહોંચી જતા હોય છે. આવી જ કેટલીક માન્યતાઓ આ મંદિર સાથે પણ જોડાયેલી છે. જોકે આ મંદિર અન્ય કરતાં અનોખું છે. આ મંદિર છે વીર મહારાજનું મંદિર.
આ મંદિર વિશે લોકોનું માનવું છે કે અહીં દોરો બાંધવાથી પથરીના દુખાવાની તકલીફ દૂર થાય છે. કેટલાક લોકો એવા પણ છે જેમને અહીં દોરો બાંધ્યો હોય અને તેમને પથરીનો દુખાવો મટી ગયો હોય અથવા તો આખી પથરી શરીરમાંથી તૂટીને બહાર નીકળી જાય.
વીર મહારાજનું આ મંદિર ડીસા થી સો કિલોમીટર દૂર રણાસણ ગામે આવેલું છે. આ મંદિર પથરીના રોગને મટાડવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. ભક્તોનું માનવું છે કે મંદિરમાં દર્શન કરીને અહીં એક દોરો બાંધવાથી એક જ મહિનાની અંદર પથરીની સમસ્યા દવા વિના દૂર થઈ જાય છે. એટલું જ નહીં શરીરમાંથી જે પથરી નીકળે છે તેને અહીં ભક્તો મંદિરમાં ચડાવી દે છે.
અત્યાર સુધીમાં 10,000 થી વધુ લોકોની માનતા અહીં પૂરી થઈ છે. મંદિરમાં એક વિભાગ રાખવામાં આવેલો છે જ્યાં લોકો પથરી જમા કરાવે છે. વીર દાદા ના મંદિરમાં દોરો બાંધ્યા પછી 10000 થી વધારે લોકોની પથરીની તકલીફ દૂર થઈ છે. જેના કારણે અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે. લોકો દર્શન કરીને અહીં દોરો બાંધી પરત ફરે છે અને 30 દિવસની અંદર જ તેઓ માનતા પૂરી કરવા પરત આવે છે.