રાજ્યભરમાં આમ તો અનેક મંદિરો આવેલા છે. આ મંદિરમાંથી એક અનોખું મંદિર છે જેના વિશે આજે તમને જણાવીએ. આ મંદિર અનોખો એટલા માટે છે કે અહીં શ્રદ્ધાળુઓ માતાજીની માનતા રાખે છે અને જ્યારે તેમાંતા પૂરી થાય છે તો અહીં આવીને લપસ્યા ખાય છે.
આ મંદિર વિશે માનવામાં આવે છે કે અહીં તપસ્યા ખાવાની માનતા રાખવાથી હરસ-મસા અને પથરી જેવી તકલીફ મટે છે. જ્યારે લોકોની આ તકલીફ મટી જાય છે તો તેઓ મંદિરે આવીને દર્શન થાય સાત લપસ્યા ખાય છે અને સાથે જ માતાજીના મંદિરમાં મીઠું ચડાવે છે.
આ મંદિર રાજકોટ જિલ્લાના ભીચરી ગામમાં આવેલું છે. અહીં બિચારી માતાનું મંદિર છે અને અહીં એક લપસ્યું આવેલું છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે માતાજીના ભક્તો અહીં પોતાના રોગ માટે તે માટે માનતા રાખે છે. માતા પૂરી થાય અને રોગ મટી જાય એટલે ભક્તો અહીં આવે છે અને અહીં સાત લપસ્યા ખાય છે. આલો પછી કોઈએ બનાવેલું નથી પરંતુ કુદરતી રીતે જ તૈયાર થયેલું છે.
માન્યતા છે કે આ મંદિર પાંડવો સમયનું છે અને પાંડવો પણ અહીં માતાજીના દર્શન કરવા આવ્યા હતા. તે સમયમાં આ લપસ્યાનું નિર્માણ થયું હતું. જોકે આ મંદિર વિશે એવી પણ માન્યતા છે કે અહીં રાત્રે કોઈ રોકાઈ શકતું નથી મંદિરના પૂજારી પણ સંધ્યા આરતી પછી અહીંથી જતા રહે છે.