આ મંદિર છે અનોખું, પાણીની ઉપર દેખાય છે ભગવાન વિષ્ણુની આકૃતિ અને પાણીની અંદર દેખાય છે ભોળાનાથ

આપણા દેશમાં અલગ અલગ ધર્મ અને અલગ અલગ ભગવાનમાં શ્રદ્ધા રાખતા લોકો વસે છે. લોકો પોતાની શ્રદ્ધા અને આસ્થા અનુસાર તેના ઇષ્ટદેવને પૂજતા હોય છે. આજ કારણ છે કે આપણા દેશમાં કરોડોની સંખ્યામાં નાના મોટા અનેક મંદિરો આવેલા છે. આજે તમને આવા જ એક અનોખા મંદિર વિશે જણાવીએ.

આ મંદિર અન્ય મંદિર કરતા અનોખું છે કારણ કે આ મંદિર તળાવની અંદર બનેલું છે અને તેમાં એક ચમત્કાર જોવા મળે છે. પ્રથમ દૃષ્ટિએ જ્યારે દર્શન કરો ત્યારે તળાવની ઉપર ભગવાન વિષ્ણુ દેખાય છે અને તળાવની અંદર પાણીમાં ભગવાન શિવના દર્શન થાય છે. આ મંદિર કાઠમંડુ થી 10 કિલોમીટર દૂર શિવપુરી ટેકરી પાસે આવેલું છે

આ મંદિર ભગવાન વિષ્ણુનું છે અને તેમાં તળાવની અંદર ભગવાન વિષ્ણુની પ્રતિમા જોવા મળે છે. તળાવની ઉપર ભગવાન સુતેલી અવસ્થામાં દર્શન આપે છે. ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન શેષનાગ ઉપર બિરાજમાન છે.

આ સાથે જ ભગવાન શંકરની પણ ઉપસ્થિતિ અહીં જોવા મળે છે. તળાવની ઉપર જ્યાં ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ સ્વરૂપમાં શેષનાગ ઉપર બિરાજમાન જોવા મળે છે તો પાણીની અંદર પરોક્ષ રીતે જોવા મળે છે ભગવાન શંકર. લોકોનું માનવું છે કે ઓગસ્ટ મહિનામાં જ્યારે અહીં વાર્ષિક ઉત્સવ થાય છે ત્યારે તળાવમાં પાણીની નીચે શિવજીની છબી જોવા મળે છે. આ ઘટનાનું રહસ્ય શું છે તે આજ સુધી જાણી શકાયું નથી.

માન્યતા એવી છે કે સમુદ્ર મંથન દરમિયાન જ્યારે સમુદ્રમાંથી ઝેર નીકળ્યું ત્યારે વિશ્વને વિનાશથી બચાવવા માટે શિવજીએ આ ઝેર ને પોતાના ગળામાં સ્થાન આપ્યું તે સમયે ભગવાનને ખૂબ જ પીડા થવા લાગી. તે સમયે તેઓ કાઠમંડુની ઉત્તર સરહદે ગયા અને અહીં એક પર્વત ઉપર ત્રિશૂળથી પ્રહાર કર્યો. આ પ્રહારથી અહીં એક તળાવનું નિર્માણ થયું. અને આ તળાવના પાણીથી જ તેમને પોતાની તરસ અને વિશની અગ્નિને શાંત કરી.

Leave a Comment