માતા મોગલ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.. મોગલ ધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. અહીં મોટાભાગના ભક્તો એવા આવે છે જેમની મનોકામના માતાજી એ પૂર્ણ કરી હોય. મનોકામના પૂર્ણ થતા જ ભક્તો અહીં દોડી આવે છે.
માતા મોગલના ગુજરાતમાં ત્રણ ધામ છે. ભગુડા ઓખાધરા અને કબરાઉ. આ ત્રણ ધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. મોગલ માતાજી ચારણ કુળના દેવી છે. પરંતુ અહીં જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વિના દરેક લોકો દર્શન કરવા આવી શકે છે.
જે પણ વ્યક્તિ માતા મોગલ માં આસ્થા રાખે છે તે અહીં દર્શન કરવા આવે છે. માતા મોગલ ફળિયુગમાં પણ હાજરાહજૂર છે. જ્યારે તમે મોગલ ધામ દર્શન કરવા આવો ત્યારે અનેક એવા ભક્તો મળે જે માતા ના પરચા વિશે જણાવતા હોય. તેમના પરચા સાંભળીને દરેક વ્યક્તિ જય માં મોગલ બોલી ઉઠે.
આવા તો ઘણા ચમત્કાર મંદિરમાં થયા છે. અહીં માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ દેશભરમાંથી ભક્તો દર્શન કરવા આવે છે. તાજેતરમાં જ એક મહિલાને પણ આવો જ પરચો મળ્યો. મહિલા પણ પોતાની માનતા પૂરી થતા 11 હજાર રૂપિયા સાથે મોગલ ધામ દોડી આવી હતી.
તે મણીધર બાપુને મળી અને 11 હજાર રૂપિયા આપવાની વાત કરી. મણીધર બાપુએ તેને પૂછ્યું કે તેની માનતા શું હતી. ત્યારે તે મહિલાએ જણાવ્યું કે તેને વિદેશ જવું હતું અને છેલ્લા કેટલાક સમયથી તે વિદેશ માટે વિઝા મેળવવા પ્રયત્નો કરી રહી હતી. પરંતુ કોઈને કોઈ કારણ વિઝા અટકી જતા હતા.
એક દિવસ તેણે વિદેશ જવા માટે માતા મોગલ ની માનતા રાખી. અને તેને પણ નવાઈ લાગી કે તેના વિઝાનુ કામ તુરંત જ પૂરું થઈ ગયું અને વિદેશ જવાની વ્યવસ્થા પણ થઈ ગઈ. તેથી તે તુરંત જ 11 હજાર રૂપિયા લઈને કબરાઉ પહોંચી ગઈ.
જોકે મનીષા બાપુએ તે મહિલાના બધા જ રૂપિયા પરત કરી દીધા અને કહ્યું કે માતા મોગલ ને પૈસાની જરૂર નથી આ રૂપિયા તેની બહેન અને નણંદને આપી દેવામાં આવે અને આવી જ રીતે માતા મોગલ તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરતા રહેશે.