માતા મોગલ નો પરચો અપરંપાર છે. જે પણ વ્યક્તિ માતાને દિલથી યાદ કરે છે તેના દુઃખ દૂર થઈ જાય છે. જે પણ ભક્તો માતા મોગલ ને યાદ કરે છે તેની મદદ કરવા માતાજી દોડતા આવે છે કે કોઈપણ સ્વરૂપે હાજર થાય છે અને ભક્તની ચિંતા ને દૂર કરી દે છે. આવી જ રીતે એક વ્યક્તિ 51 હજાર રૂપિયા લઈને કબરાવ આવ્યો હતો.
તેણે આ રૂપિયા મણીધર બાપુના હાથમાં મૂક્યા ત્યારે મણીધર બાપુએ પૂછ્યું કે તારે શેની માનતા હતી. યુવા કે જવાબમાં કહ્યું કે તેની એક મિલકત પર ભાડું તે કબજો કરી લીધો હતો અને તે મિલકત ખાલી કરતા ન હતા.
તેને આ મિલકત વહેંચવી હતી તેમાં પણ ખૂબ જ તકલીફ પડી રહી હતી. અનેક પ્રયત્નો છતાં મકાન વેચાતું ન હતું તેમણે અંતે છેલ્લો પ્રયાસ કર્યો કે માતા મોગલ ની માનતા રાખી.
માનતા રાખ્યા ની સાથે જ તેની પ્રોપર્ટી વેચાઈ ગઈ અને ભાડુંતે કબજો પણ મૂકી દીધો. તેથી આ યુવક સૌથી પહેલા કબરાઉ આવ્યો અને 51 હજાર રૂપિયા ચડાવ્યા.
તેમની મિલકતનું કામ પૂરું થઈ જતા પરિવાર પણ ખુશખુશાલ થઈ ગયો હતો. કારણકે તેમાં લાખો રૂપિયા અટવાયેલા હતા તેથી જ્યારે મિલકત વેચાઈ ગઈ તો તેઓ કબરાઉ ધામ આવ્યા અને 51 હજાર ચડાવ્યા.