આ સ્થાનમાં ભંડારીયામાં સ્વયંભૂ બિરાજે છે માં ખોડિયાર, દર્શન કરવા આવનાર ભક્તની મનોકામના માતા કરે છે પુર્ણ

આ સ્થાનમાં ભંડારીયામાં સ્વયંભૂ બિરાજે છે માં ખોડિયાર, દર્શન કરવા આવનાર ભક્તની મનોકામના માતા કરે છે પુર્ણ

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતીને સંત અને સુરાની ધરતી કહેવાય છે. આ સ્થાન પર અનેક પૌરાણિક અને ચમત્કારી ધાર્મિક સ્થળો પણ આવેલા છે. આ જગ્યા પર દેશના ખૂણેખૂણેથી લોકો આવે છે. અહીં નાના મોટા અનેક મંદિરો આવેલા છે. આવું જ એક મંદિર ખોડિયાર માતાનું છે.

ખોડિયાર માતાનું આ મંદિર ભાવનગરના ભંડારીયાની પર્વતમાળામાં આવેલું છે. અહીં ખોડીયાર માતા હાજરાહજુર છે. અહીં આવીને દર્શન કરનાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આ મંદિરમાં પગ મુકતાની સાથે જ શાંતિની અનુભૂતિ થાય છે.

આ મંદિરમાં લાપસીનો પ્રસાદ કરવાની માન્યતા છે. અહીં માતા ખોડિયાર તેમની બહેનો સાથે બિરાજે છે. અહીં ભક્તો દર્શન કરવા આવી અને ધન્યતા અનુભવે છે. અહીં આવનાર અનેક ભક્તોને માતાના પરચા મળ્યા છે.

આ મંદિરના ઈતિહાસ પર નજર કરીએ તો અહીં વર્ષો પહેલા એક નાનકડી ડેરી હતી ત્યારબાદ અનેક લોકોને માતાજીના પરચા મળ્યા તો લોકો સમજી ગયા કે અહીં માતાજી સાક્ષાતે બિરાજે છે. તેથી અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું .

વર્ષો પહેલાની વાત છે અહીંથી એક જાન પસાર થઈ હતી. તે સમયે એક દીકરી અહીંયા છૂટી ગઈ હતી. તેને માતાજીએ સાચવી અને ઘરે પહોંચાડી હતી. આ રીતે અહીં ઘણા ચમત્કાર થયા છે. અહીં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને માનતા રાખે છે. દરેક ભક્તની મનોકામના અહીં પૂર્ણ થાય છે.

Leave a Comment