ઊંચા કોટડા વાળા ચામુંડ માતા ના દર્શન કરવાથી ભક્તોની દરેક મનોકામના થાય છે પુરી

આપણા દેશમાં લાખોદેવી દેવતાના મંદિર આવેલા છે. મંદિરો સાથે લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી હોય છે. જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચતા હોય છે. ઘણા એવા ચમત્કારિક મંદિરો હોય છે જ્યાં માતાજી સાક્ષાત બિરાજતા હોય. આવું જ એક મંદિર ઊંચા કોટડા માં આવેલું છે જે ચામુંડ માતાજી બિરાજે છે.

ગુજરાતના ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં ઉંચા કોટડા આવેલું છે. અહીં બિરાજતા ચામુંડ માના દર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો આવે છે. ઉંચા કોટડા ગામ ચામુંડ માતા ના કારણે દેશભરમાં પ્રખ્યાત છે. અહીં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.

ઉંચા કોટડા ખાતે રોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થયાનું અનુભવ કરે છે. ભક્તોનું માનવું છે કે અહીં દર્શન કરીને જે પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે છે તે અચૂક પૂરી થાય છે. માતાજીના આ સાક્ષાત્કારનો અનુભવ અનેક ભક્તો અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે.

વર્ષો પહેલા આ વિસ્તારમાં પાણી સહિતની અનેક સમસ્યાઓ સર્જાઈ હતી ત્યારે લોકોએ ચામુંડ માતાજીને સાચા મનથી પ્રાર્થના કરી હતી. માતાજીએ લોકોને દરિયાકાંઠે બાજુ જવાનું કહ્યું. ત્યારબાદ લોકો કાઠીયાવાડ માંથી નીકળીને ગોહિલવાડની ધરતી પર આવ્યા અને અહીં ચામુંડ માતાનું મંદિર પણ બનાવ્યું.

લોકોની માન્યતા છે કે આ મંદિરમાં મોટી સંખ્યામાં એવા ભક્તો આવે છે જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય. ચામુંડ માતા ના આશીર્વાદથી અનેક લોકોના ઘરે પારણા બંધાયા છે. ચૈત્ર માસ દરમિયાન ઉંચા કોટડા માં પૂનમ નો મેળો ભરાય છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.

Leave a Comment