એકમાત્ર મંદિર જ્યાં હિંગળાજ માતાજી છે શયન અવસ્થામાં, દર્શન કરવાથી મનોકામના થાય છે પૂર્ણ

લોક માન્યતા અનુસાર ચારણોના પ્રથમ કુળદેવી માતા હિંગળાજ હતા. તેઓ દેવી પુત્રી તરીકે પણ જાણીતા હતા અને તેમનું સ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હતું. હિંગળાજ દેવીનું ચરિત્ર અને તેમનો ઇતિહાસ અત્યાર સુધી અપ્રાપ્ય રહ્યો છે.

ખૂબ ઓછા લોકો તેમના ઇતિહાસ વિશે જાણે છે જો કે તેમનાથી સંબંધિત છંદ સ્તુતિ અને ગીત અસંખ્ય મળી આવે છે. મને તો એવી પણ છે કે બધી જ શક્તિઓનો રાત્રીના સમયમાં સાત દ્વિપોમાં રાસ રચાય છે. ત્યાર પછી સવાર થાય એટલે બધી જ શક્તિઓ ભગવતી હિંગળાજ ના સાનિધ્યમાં આવી જાય છે.

ભારતમાં દેવી હિંગળાજ ના ઘણા મંદિરો આવેલા છે. આવું જ એક મંદિર કાળાસર ગામમાં આવેલું છે. આ ગામમાં એક નાનકડો પર્વત પર છે. અહીં હિંગળાજ માતાની મૂર્તિ સિવાય કેટલાક ભગવાનની સ્થાપન પણ છે.

અહીં હિંગળાજ માતાના દર્શન કરવા હોય તો ગુફામાંથી પસાર થવું પડે છે. આ એકમાત્ર મંદિર એવું છે જ્યાં હિંગળાજ માતાજી શયન અવસ્થામાં બિરાજમાન છે. અહીં દર્શન કરવા આવનાર ભક્તોના જીવનના દુઃખ અને સમસ્યાઓ દર્શન કરવા માત્રથી દૂર થઈ જાય છે.

માન્યતા છે કે હિંગળાજ માતાની આ મૂર્તિ પહાડો ની વચ્ચેથી પ્રગટ થઈ હતી. ત્યાર પછી અહીં મંદિરનું નિર્માણ કરીને મૂર્તિને સ્થાપિત કરવામાં આવી. આ મૂર્તિના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે.

આ એકમાત્ર એવું મંદિર છે જે માતાજી શરણ અવસ્થામાં હોવાથી અહીં ભારે ભક્તોની ભીડ જોવા મળે છે. અહીં આવનાર ભક્તોના જીવનની સમસ્યાઓ માતાજીના દર્શન કરવા માત્રથી દૂર થઈ જાય છે.

Leave a Comment