એક પરિવારના 72 સભ્યો રહે છે એક જ ઘરમાં… ઘર ખર્ચ સાંભળીને આંખો થઈ જશે પહોળી

સોશિયલ મીડિયા ઉપર ઘણી વખત એવી જાણકારી મળે છે જેના વિશે વાંચીને તમને પણ આશ્ચર્ય થઈ જાય. આવી જ એક ઘટના હાલ ખૂબ જ વાયરલ છે અને ચર્ચામાં પણ છે. આજના સમયમાં સંયુક્ત કુટુંબનું અસ્તિત્વ ઓછું થતું જાય છે તેવામાં એક પરિવાર એવો પણ છે જેમાં 72 લોકો એક જ ઘરમાં એક સાથે રહે છે.

મહારાષ્ટ્રના સોલાપુરમાં આ પરિવાર રહે છે જે સંયુક્ત કુટુંબનું ઉત્તમ ઉદાહરણ છે. આ પરિવારનો દૈનિક ખર્ચ સાંભળીને કોઈપણ વ્યક્તિ ધ્રુજી જાય. આ પરિવારમાં 72 સભ્યો છે અને તેઓ વર્ષોથી એકબીજાની સાથે રહે છે.

આજથી સો વર્ષ પહેલા પરિવારના મુખ્ય સભ્યો કર્ણાટકથી સોલાપુર આવીને વસ્યા અને પછી હવે ચાર પેઢી એક જ પરિવારમાં રહે છે. આ પરિવારમાં રોજ હજારથી બારસો રૂપિયા ના શાકભાજી ની જરૂર પડે છે અને રોજ 10 લીટર દૂધ ઘરમાં આવે છે. આખા વર્ષ માટે ઘઉં ચોખા દાળ જેવી વસ્તુઓ 40 થી 50 બોરીઓની સંખ્યામાં આવે છે.

આ પરિવારનો વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે લોકો આ પરિવારના વખાણ કરી રહ્યા છે અને આજના સમયમાં દરેક વ્યક્તિ માટે પ્રેરણા રૂપ ગણાવી રહ્યા છે.

આ પરિવારની ખાસિયત છે કે પરિવારના ભાઈઓ સાથે મહિલાઓ અને બાળકો પણ એકબીજાની સાથે હળી મળીને રહે છે. પૈસાની વાતને લઈને પરિવારમાં કોઈ પણ જાતનો કલેશ થતો નથી બધા સાથે મળીને ઘરનો ખર્ચ ઉઠાવે છે.

Leave a Comment