ગુજરાતી ગાયકોની જેટલી નામના દેશ-વિદેશમાં છે એટલી જ નામના કથાકારની પણ વધી રહી છે. ગુજરાતના કેટલાક કથાકારોએ વિદેશમાં આવું સ્થાન બનાવ્યું છે તેમાંથી એક જીગ્નેશ દાદા પણ છે. જીગ્નેશ દાદા આજે દેશ-વિદેશમાં ખૂબ જ ખ્યાતિ મેળવી ચૂક્યા છે.
તેમની કથામાં મોટી સંખ્યામાં શ્રોતાજન જોવા મળે છે. તેમની કથા કરવાની શૈલી એવી છે કે લોકો કથામાં લીન થઈ જાય છે. જોકે તેમના અંગત જીવન વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.
જીગ્નેશ દાદા નો જન્મ 25 માર્ચ 1987 ના રોજ અમરેલીના કર્યાચાળ ગામમાં થયો. આજે તેમનું નામ જીગ્નેશ દાદા છે પરંતુ હકીકતમાં તેમનું નામ જીગ્નેશ ઠાકર છે. તેમના પરિવારમાં માતા પિતા અને એક બહેન પણ છે.
જીગ્નેશ દાદા હાલ સુરતના વરાછા વિસ્તારમાં રહે છે. તેઓ 16 વર્ષના હતા ત્યારે તેમણે પહેલી વખત પોતાના જ ગામમાં કથા કરી હતી. તેમને નાનપણથી જ કથા કરવાનો અને ભજન ગાવાનો શોખ હતો જ્યારે તેમને કામમાં કથા કરવાની તક મળી તો તેમણે ઝડપી લીધી.
તેમની કથા કરવાની શૈલી એવી હતી કે ધીરે ધીરે તેમની નામના વધવા લાગી અને તેમને દેશ-વિદેશમાં લોકો ઓળખવા લાગ્યા. જીગ્નેશ ઠાકર માંથી તેમનું નામ જીગ્નેશ દાદા એટલા માટે પડ્યું કે સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણને દાદા કહેવાય છે તેથી જીગ્નેશ ઠાકર ની જીગ્નેશ દાદા તરીકે લોકો બોલાવવા લાગ્યા.
જોકે તેમનું નાનપણ ખૂબ જ ગરીબીમાં વિત્ય છે તેમના માતા પિતાની પરિસ્થિતિ સારી ન હતી તેથી તેમણે પ્રાથમિક શિક્ષણ જાફરાબાદ માં પૂરું કર્યું. તેઓ આગળ એરોનોટિક્સ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરવા જવાના હતા પરંતુ તેમણે ભણવાનું છોડીને કથા કરવાનું શરૂ કરી દીધું.
ત્યાર પછી તેમણે સંસ્કૃતમાં ઉચ્ચ ડિગ્રી મેળવી આ અભ્યાસ તેમણે દ્વારકાથી કર્યો. થોડા સમય માટે તેમણે અમરેલીની એક કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી પણ કરી હતી પરંતુ તેમને શ્રીકૃષ્ણની ભક્તિનું એવું ઘેલું લાગ્યું કે તેને બધું જ છોડીને કથા કરવાનું શરૂ કરી દીધું