કબરાઉ ના રહેવાસીઓએ ફાળો એકત્ર કરીને બનાવ્યું મણીધર બાપુ માટે નવું ઘર… મણીધર બાપુએ ઘરમાં કર્યો પ્રવેશ ત્યારે સર્જાયા આવા દ્રશ્યો

કચ્છમાં આવેલું કબરાઉ માતા મોગલ ના ધામ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. કબરાઉ માં બિરાજતી માતા મોગલ એ અત્યાર સુધીમાં હજારો લોકોને તેના પરચા આપ્યા છે. ભક્તો પણ માની ગયા છે કે માતા મોગલ નું નામ લેવા માત્રથી તેમના દુઃખ અને ચિંતા દૂર થઈ જાય છે.

કબરાઉ માં માતા મોગલ ની પૂજા અને સેવા કરવા માટે મણીધર બાપુ પણ બિરાજે છે. મણીધર બાપુના આશીર્વાદ લેવા માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. માતા મોગલ ની સેવામાં લીન રહેતા મણીધર બાપુને લોકો હજારો રૂપિયા આપે છે પરંતુ મણીધર બાપુ એક પણ રૂપિયો સ્વીકારતા નથી. ઉપરથી ભક્તોએ આપેલા રૂપિયાની ઉપર એક રૂપિયો મૂકીને પરત કરી દે છે.

મણીધર બાપુ હંમેશા કહે છે કે જ્યારે તે કોઈપણ વ્યક્તિનું એક પણ રૂપિયા સ્વીકારશે ત્યારે તેમનો જીવનનો અંત થઇ જશે. મણીધર બાપુ કપડાથી લઈને બધી જ વસ્તુ બીજા આપે તે જ પહેરે છે તે કોઈ પાસે કંઈ માંગતા નથી કે નવું લેતા નથી. મણીધર બાપુ પાસે અત્યાર સુધી પોતાનું ઘર પણ ન હતું.

મણીધર બાપુ ની સેવા અને ભક્તિ જોઈને કેટલાક ભક્તોએ નક્કી કર્યું કે મણીધર બાપુ માટે તેઓ એક ઘર બનાવશે. ત્યાર પછી કબરાવમાં રહેતા લોકોએ ફાળો ઉઘરાવીને મણીધર બાપુ માટે એક ઘર બનાવી આપ્યું

ઘર તૈયાર થઈ જતા તાજેતરમાં જ ઘરમાં પૂજા કરવામાં આવી અને આખું ગામ એકત્ર થયું. ત્યાર પછી ભક્તોએ મણીધર બાપુને ઘરમાં ગૃહ પ્રવેશ કરાવ્યો. ક્યારે મણીધર બાપુએ ખુશ થઈને ઘરમાં પગ મુક્યો ત્યારે ભક્તો આંસુએ રડવા લાગ્યા. મણીધર બાપુ ના નવા ઘરમાં પણ માતા મોગલ ની સ્થાપના કરવામાં આવી.

Leave a Comment