ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંક લગાડે તેવી ઘટના ભોજપુર જિલ્લામાં બની છે. અહીં એક ભાઈ એ તેની બહેન સાથે શરીર સંબંધ બાંધ્યા અને થોડા સમય બાદ બહેન ગર્ભવતી થઈ હતી. આ ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી હતી.
ભોજપુર જિલ્લાના એક ભાઈ અને બહેન ઘરે થી ગાયબ થઇ જતાં પિતાએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેને શોધવા ચક્રો ગતીમાન કર્યા. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ વિશે ખબર પડતાં ભાઈ અને બહેન પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા. પરંતુ પછી જે સત્ય સામે આવ્યું તે જાણી ને તેના પરીવારના લોકો અને પોલીસ અધિકારીઓ પણ ધ્રુજી ગયા.
બંનેએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તે ભાઈ બહેન નહિ પણ પતિ પત્ની બની ગયા છે. તે બંને એક બીજાને પ્રેમ કરતા હતા અને તેઓ ઘરેથી ભાગી ગયા હતા. તેમણે ઘરે થી ભાગી મંદિર માં જઈ લગ્ન કરી લીધા છે.
આ વાત વાયુવેગે ગામમાં ફેલાઈ અને લોકોએ બંને સામે આવું કલંકિત કામ કરવા બદલ કાર્યવાહી કરવાની માંગ કરી. પણ ત્યારે યુવતીએ જે કહ્યું તે જાણીને લોકોને આંચકો લાગી ગયો.
યુવતીએ જણાવ્યું કે તે તેના ભાઈના સંતાનની માતા બનવાની છે. તેઓ ઘણા સમયથી એક્બીજા ને પ્રેમ કરતા હતા. આ દરમિયાન એમને બધી જ મર્યાદા પાર કરી દીધી. તેમનું કહેવું હતું કે તેના પરિવારના લોકો તેમને એક થવા દેત નહિ તેથી તેમને મંદિર માં લગ્ન કરી લીધા. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.