કામે જવા ઘરેથી નીકળેલા રાકેશભાઈ પરત ન આવ્યા ક્યારે… પત્નીએ જણાવ્યું કેવી રીતે ભરખી ગયો કાળ

રાજ્યના મોટા મોટા શહેરોમાં ઘણી વખત અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે આવા મોટા અકસ્માતમાં ઘણી વખત લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. ઘણી વખત લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થાય છે. તો વળી કેટલાક લોકો એવા હોય છે જે અકસ્માતમાં કારણ વિના જ અડફેટે આવી જાય અને જીવ ગુમાવવો પડે.

વડોદરામાં આવી જ રીતે એક ઘટના બની જેમાં વડોદરા રેલવે સ્ટેશન પર નોકરી કરતા રાકેશભાઈ મિશ્રા નું મોત થયું. 50 વર્ષીય રાકેશભાઈ વડોદરા રેલવે સ્ટેશનમાં નોકરી કરતા હતા અને તે ઘરેથી રોજની જેમ કામે જવા નીકળ્યા હતા. તેઓ રોજ ગોલ્ડન ચોકડી થી રીક્ષામાં બેસીને રેલવે સ્ટેશન પહોંચતા હતા.

પરંતુ તે દિવસ જ્યારે તે ગોલ્ડન ચોકડી રિક્ષામાં બેસવા ગયા ત્યારે રોંગ સાઈડમાંથી અચાનક જ એક મોટું કન્ટેનર આવ્યું અને સાઈડમાં ઉભેલા છકડાને અડફેટે લઈ લીધો. આ ટક્કરમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા જેમાંથી એક રાકેશભાઈ પણ હતા.

જાણવા મળતી માહિતી અનુસાર કન્ટેનર સુરત થી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન ગોલ્ડન ચોકડી નજીક એક કારને બચાવવા છતાં ગુમાવ્યો અને સાઈડમાં ઊપેલા છકડાને અડફેટે લઈ લીધો. જેમાં 10 લોકોના મોત થઈ ગયા.

બીજી તરફ તેમના પત્ની કલ્પનાબેન રાકેશભાઈ ને સતત ફોન કરી રહ્યા હતા. અનેક વાર ફોન કરવા છતાં તેમણે ફોન ઉઠાવ્યો નહીં અને પછી સયાજી હોસ્પિટલમાંથી તેમને ફોન આવ્યો. કલ્પનાબેન જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ કે તેમના પતિનું અકસ્માતમાં મોત થયું છે આ વાતથી તેઓ ભાંગી પડ્યા.

Leave a Comment