કિંજલ દવે ના પિતાએ કમાભાઈને લઈને આપ્યું મોટું નિવેદન….

કિર્તીદાન ગઢવી ના ડાયરા થી પ્રખ્યાત થયેલા કમાભાઈનું નામ હવે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ગુંજી ઉઠ્યું છે. રાજ્યભરમાં હવે મોટા શહેરોમાં જ્યારે ડાયરા ના કાર્યક્રમ યોજાય છે ત્યારે લોકો કમાભાઈને વિશેષ આમંત્રણ આપે છે. ઘણી જગ્યાએ તેમની એન્ટ્રી માટે રોયલ વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે કમાભાઇની વાહ વાહ વચ્ચે કેટલાક વિવાદ પણ સર્જાઈ રહ્યા છે.

ઘણા લોકો એવા છે જે કમાભાઈ સાથે જે પણ થઈ રહ્યું છે તે બાબતનો વિરોધ કરી રહ્યા છે. ઘણા કાર્યક્રમમાં કમાભાઈ ને ધુણાવવામાં આવે છે. લોકોના મનોરંજન માટે કમાભાઈ સાથે જે પણ થાય છે તેનું વિરોધ હવે કિંજલ દવેના પિતા લલિતભાઈ દવે પણ કરી રહ્યા છે. તેમણે facebook ઉપર એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, કમાભાઈ ને જે લોકપ્રિયતા મળી છે તે જોઈને ખૂબ જ આનંદ થાય છે પરંતુ કેટલીક બાબતો દુઃખની બાબત પણ છે.

જેમકે કમાભાઈ પોતે જ કહેતા હતા કે એક સમયે એવો હતો કે ત્યારે તેને સ્ટેજની પાસે પણ કોઈ જવા ન દેતું. પરંતુ હવે મોટા મોટા કલાકારો પણ કમાભાઇને માન આપીને ડાયરામાં બોલાવે છે. આ બાબતે એક જ વાત કહેવી જોઈએ કે કોઈ વ્યક્તિ એમ સમજતું હોય કે તે કોઈને મોટા બનાવી દે છે તો આ વાત મોટો વહેમ છે. લોકોએ આ વહેમ મગજમાંથી કાઢી નાખવો જોઈએ કારણકે કોઈના કરવાથી કંઈ થતું નથી બધું પ્રભુની ઈચ્છા છે.

તેથી કોઈને ખોટો વહેમ હોય તો આ વહેમ લઈને ફરવું નહીં. કારણકે જ્યારે પ્રભુની ઈચ્છા હોય છે ત્યારે રંક પણ રાજા બની જાય છે અને પ્રભુની ઈચ્છા ન હોય તો રાજા પણ રંક બની જાય છે.

મહત્વનું છે કે ઘણા કલાકારો કમાભાઈને લઈને પોતાના અલગ અલગ મત વ્યક્ત કરી રહ્યા છે. કમાભાઈ સાથે જે થાય છે તે ઘણા લોકોને બરાબર લાગતું નથી આવી જ રીતે ગાયિકા કિંજલ દવે ના પિતાએ પણ પોતાનો મત રજૂ કર્યો છે.

Leave a Comment