સૌથી પહેલી વાત કિર્તીદાન ગઢવી ના ડાયરામાં જોવા મળેલા કમાભાઈ હવે ગુજરાતના જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેમસ થઈ ગયા છે. કમાભાઈ નું સાચું નામ કમલેશભાઈ છે અને તેઓ સુરેન્દ્રનગરના કોઠારીયા ગામના વતની છે. તેઓ નાનપણથી જ માનસિક રીતે દિવ્યાંગ છે.. થોડા સમય પહેલા તેઓ કિર્તીદાન ગઢવી ના ડાયરામાં આવ્યા હતા અને તેમને એવી લગની લાગી કે તે ઊભા થઈને સ્ટેજની સામે ડાન્સ કરવા લાગ્યા.
ડાયરામાં કમાભાઈ ની મોજ જોઈને કિર્તીદાન ગઢવી પણ ઉત્સાહમાં આવી ગયા અને લોકો પણ ખુશખુશાલ થઈ ગયા. હા ડાયરા નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને કમાભાઈ રાતોરાત સેલિબ્રિટી બની ગયા. ત્યાર પછીથી આજ સુધી એક પણ એવો ડાયરો થયો નથી જેમાં કમાભાઈ ની હાજરી ન હોય.
લોક ડાયરા ના કલાકારો તેમની સાથે કમાભાઈને લજાય છે અને લોકો પણ કમાભાઈને ડાયરામાં જોઈને ખુશખુશાલ થઈ જાય છે. દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ ગયેલા કમાભાઈ વિશે તાજેતરમાં જ મણીધર બાપુ એ પણ એક મહત્વની વાત કરી છે. મોગલ ધામમાં માતાજીની સેવા કરતા મણીધર બાપુએ એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે,
કમાભાઈ નું નામ દેશ-વિદેશમાં વધ્યું છે ત્યારે એક જ વાત કહેવી છે કે નરસિંહ મહેતા પણ ભગવાનની ભક્તિમાં ગાંડા થઈને નાચતા હતા અને એવી જ રીતે કમાભાઈ પણ ભગવાનની ભક્તિમાં લીન છે.. મણીધર બાપુએ આગળ ઉમેર્યું હતું કે કમા વિશે સૌથી સારી વાત એ છે કે તેને મળતા બધા જ રૂપિયા તે દાનમાં આપી દે છે અને તે ભગવાનની કૃપા છે.