ખજૂર ભાઈની દરિયાદિલી અને મદદની ભાવનાથી કોઈ અજાણ નથી. ખજૂર ભાઈ જેને પણ મદદની જરૂર હોય ત્યાં તુરંત જ પહોંચી જાય છે અને પોતાની ટીમની સાથે તેમની દરેક સમસ્યાને દૂર કરી દે છે. અત્યાર સુધીમાં તેમણે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગરીબ અને અનાથ લોકો માટે નવા ઘર બનાવી આપ્યા છે.
જ્યારે પણ તેમને ખબર પડે કે કોઈ વ્યક્તિ સંકટમાં છે અને તેમને મદદની જરૂર છે તો ખજૂર ભાઈ તુરંત જ ત્યાં પહોંચી જતા હોય છે. તાજેતરમાં જ તેઓ માંડવી તાલુકાના સરકુઈ ગામે પહોંચી ગયા હતા. અહીં પોતાના પતિના અવસાન પછી એક મહિલા પોતાના દીકરા સાથે રહેતી હતી. તેમના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને ઘર પણ પડી ગયું હતું.
ઘરની હાલત ખંડેર જેવી હતી અને તેમાં મહિલા પોતાના દીકરા સાથે એકલી રહેતી હતી. આ વાતની જાણ થતા જ ખજૂર ભાઈ ત્યાં પહોંચી ગયા અને સૌથી પહેલા તો મહિલાને નવું ઘર બનાવી આપ્યું અને સાથે જ જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ લાવીને મોટાભાઈ તરીકે તેમને ખૂબ જ મદદ કરી.
સાથે જ ખજૂર ભાઈએ તેના દીકરાની ભણતરની જવાબદારી પણ પોતાની માથે લીધી. તેનું શાળામાં એડમિશન કરાવીને અભ્યાસ માટે જરૂરી બધી જ વસ્તુઓ પણ તેને લઈ આપી.
મહિલાને ગણતરીના જ દિવસોમાં નવું ઘર બનાવી આપ્યું અને જ્યારે મહિલા પોતાના દીકરા સાથે તે ઘરમાં પહોંચી અને ઘરને જોયું ત્યારે તે પોતાની આંખના આંસુ રોકી શકી નહીં આ સમયે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.