ખજૂર ભાઈ અને મીનાક્ષી ની લવ સ્ટોરી છે રસપ્રદ, આ જગ્યાએ મળ્યા હતા પહેલીવાર અને…

ગુજરાતમાં લોકપ્રિય થયેલા ખજૂર ભાઈ એટલે કે નિતીન જાની પોતાના સેવાકીય કાર્યોના કારણે સતત ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ ખજૂર ભાઈએ મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી છે. આજે તમને તેમની લવ સ્ટોરી વિશે જાણકારી આપીએ. નીતિનભાઈ અને મીનાક્ષી દવે ની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે.

મીનાક્ષી દવે ના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ વિભાગમાં નોકરી કરે છે અને તેમના માતા હાઉસવાઈફ છે મીનાક્ષીને ત્રણ બહેનો અને એક ભાઈ છે. મીનાક્ષી દવે નો પરિવાર સાવરકુંડલાના દોલત ગામના વતની છે મીનાક્ષી દવેએ બી ફોર્મ કરેલું છે અને અમદાવાદની કેડિલા ફાર્મા કંપનીમાં તે નોકરી કરે છે.

ઘણા સમયથી તેમના માતાની તબિયત સારી ન હોવાથી તેઓ માતાની સેવામાં દિવસ પસાર કરી રહ્યા છે. નિતીન જાની એક વખત આ ગામમાં આવ્યા હતા. ગામમાં આવવાનું કારણ એક અંધ દાદીના ઘરનું બાંધકામ હતું. મીનાક્ષી દવે અને તેનો પરિવાર નીતિન જાણીને તેના સેવાકીય કાર્યોના કારણે ઓળખતા જ હતા.

નિતીન જાની જે દાદી નું ઘર બનાવતા હતા તે મીનાક્ષી દવેના ઘરની નજીક જ હતું. દાદી નું ઘર બની ગયું પછી સ્થાનિક લોકોએ નિતીનજાની સાથે ફોટા પણ પડાવ્યા. તે દરમિયાન તેમની પહેલી મુલાકાત થઈ અને પછી એક વખત મીનાક્ષી દવે તેના પરિવાર સાથે ખાંભા નજીક આવેલા હનુમાનજીના મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં પણ નિતિનજાની સાથે તેની મુલાકાત થઈ ગઈ.

મીનાક્ષી અને નિતીનજની વચ્ચે આ બીજી મુલાકાત થતા તેમણે એકબીજાના નંબર લીધા ત્યાર પછી બંને વચ્ચે વાતચીત થવા લાગી અને વાત પરિવાર સુધી પહોંચી. ત્યાર પછી નીતિનભાઈ જાની ના મમ્મીએ મીનાક્ષી દવે ના પિતાને બંનેના સંબંધની વાત કરી અને પરિવાર આ સગપણ માટે તૈયાર થઈ ગયો.

Leave a Comment