આજના સમયમાં ભ્રષ્ટ અધિકારીઓ તો તમને અનેક મળે પરંતુ ઈમાનદાર અધિકારીઓ ખૂબ ઓછા જોવા મળે છે. આવા જ એક અધિકારી વિશે તમને જણાવીએ જે પોતાની ઈમાનદારીના કારણે ચર્ચામાં છે. આ અધિકારીનું નામ છે ચિંતન વૈષ્ણવ. તેમની ઈમાનદારી અને ધાકના કારણે ભ્રષ્ટ લોકો થરથડ ધ્રૂજે છે. તે પોતાની ફરજ નિભાવવામાં કોઈપણ જાતની ચિંતા કરતા નથી તેથી જ સાત વર્ષની નોકરીમાં તેની દસ વખત બદલી થઈ છે અને પ્રમોશન અટક્યા છે.
ચિંતન વૈષ્ણવ 2011 માં જાહેર આયોગ ની પરીક્ષા પાસ કરીને મામલતદાર બન્યા હતા. મામલતદાર બન્યા પછી તેમને પ્રજા લક્ષી કામ કરવામાં પોતાનો દમ લગાડી દીધો. તેણે તે જો વધુ નામની બુક પણ લખી છે જેમાં પોતાના જીવનના અનેક કિસ્સા નું વર્ણન કર્યું છે. તો સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે કામ કરે છે.
એક વખત ખનીજ ચોરોને ડામવા માટે તેમણે વેશ પલટો કર્યો અને પોતાના કર્મચારીઓ સાથે જઈને પાંચ જેટલા ટ્રક પકડી પાડ્યા હતા અને ખનીજ ચોરો પાસેથી ₹3 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.
પોતાની ધાક અને ઈમાનદારીના કારણે ચિંતન વૈષ્ણવની 10 વખત બદલી થઈ છે. વર્ષ 2019 માં તેઓ દાહોદના મામલતદાર હતા ત્યારે રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા ત્યાર પછી તેમણે હાઇકોર્ટમાં આ બાબતે પડકાર કરી અને ત્રણ વર્ષ સરકાર સામે લડાઈ. અંતે તેમની જીત થઈ અને રાજ્ય સરકારે તેમને ફરજ પર લેવાનો આદેશ કર્યો