ખુદ ગીતાબેન રબારી એ જણાવ્યું તેમના જીવનમાં બધું જ છે પણ આ વસ્તુની છે ખોટ… જેનું તેને છે દુઃખ

ગુજરાતી લોકપ્રિય કલાકાર ગીતા રબારી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. તેમના ચાહકોની સંખ્યા આખા ગુજરાતમાં છે. કોઈ વ્યક્તિ એવી નહીં હોય જે ગીતાબેન રબારી ને ઓળખતી ન હોય. તેના પરિવારમાં માતા પિતા અને બે નાના ભાઈઓ છે.

જેમનું અકાણે અવસાન થયું હતું. આજે તેમને કોઈ જ ભાઈ નથી. સોશિયલ મીડિયા પર તેમણે આ અંગે મન મૂકીને વાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે તે મોટી થઈ ત્યારથી તેને એક વાતની ખામી હંમેશા સતાવે છે કે તેમને કોઈ સગો ભાઈ નથી. તેને સગા ભાઈ ની ખોટ હંમેશા થી પડે છે. તેઓ સંગીત ક્ષેત્રે સારું નામ કમાઈ રહ્યા છે અને તેમની પ્રખ્યાતી પણ દેશ-વિદેશમાં વધી છે.

તેમણે એવું પણ કહ્યું છે કે માતાજીએ તેમને સગાભાઈ કરતા પણ સવાયાભાઈ આપ્યા છે દર વર્ષે રક્ષાબંધન પર તે 23 થી 24 ભાઈઓને રાખડી બાંધે છે અને આ લોકો તેમને ખૂબ જ સપોર્ટ કરે છે. સંગીત ક્ષેત્રે પણ તેમના સપોર્ટ થી તે ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે પરંતુ આજે પણ તેમને પોતાના ભાઈની ખોટ સાલે છે.

Leave a Comment