દાહોદ માંથી એક ઘટના સામે આવી છે. આમ તો હાલના સમયમાં અનેક એવી ઘટનાઓ બને છે જેના કારણે કહેવાનું મન થઈ જાય કે માતામાં મમતા પણ મરી પરવારી છે. આવી વધુ એક ઘટના દાહોદના ગરબાડા ગામમાં બની છે. અહીં કોઈ કઠોર કાળજાની માતાએ પોતાના સંતાનોને એવી રીતે તર છોડી દીધું કે જેને જોઈને ભલભલા નું હૃદય કંપી જાય.
ગરબાડા તાલુકામાં આવેલા ગામમાં એક ખેડૂતના ખેતરમાં 40 ફૂટ ઊંડો કૂવો આવેલો છે. જોકે આ કુવો ખાલી છે. એક દિવસ ખેડૂત પોતાના ખેતરમાં પસાર થઈ રહ્યા હતા તે સમયે તેની કૂવામાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો. તેને પહેલા તો વિશ્વાસ આવ્યો નહીં કે કુવામાંથી અવાજ આવે છે તેથી તેને ખેતરમાં આસપાસ જોયું. પછી તેણે કૂવામાં નજર કરી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.
ખેડૂતે અંદર નજર કરી તો અંદર નવજાત બાળક પડેલું હતું. આ દ્રશ્ય જોઈને ખેડૂતે બૂમાબૂમ કરી અને આસપાસમાં લોકો એકઠા થઈ ગયા. તેમણે તુરંત પોલીસને પણ જાણ કરી દીધી. બાળકને કંઈ પણ થાય તે પહેલા ગામ લોકોની મદદ થી અંદરથી બાળકને કાઢવામાં આવ્યું. કુવાની અંદર જ્યારે માણસો ઉતર્યા તો તેમણે જોયું કે આ એક બાળકી હતી. તેને જોઈને લાગતું હતું કે બાળકી હજી તાજી જ જન્મેલી છે. તેમણે તુરંત જ બાળકીને હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરી.
સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા એવા તો સ્પષ્ટ થઈ ગઈ કે કોઈ મહિલાએ પોતાનું પાપ છુપાવવા અથવા તો દીકરી નો જન્મ થયો છે તેથી તેને તરછોડી દીધી છે. આ મામલે પોલીસે પણ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ સૌથી કરણ ઘટના તો એ છે કે કોઈ માતાએ પોતાની ફુલ જેવી દીકરીને કૂવામાં નાખી દીધી. જોકે સદનસીબે બાળકી જેવી થતી તેની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવી છે.