માતા મોગલ ની જોડ દુનિયામાં જડી ન જડે. માતા મોગલ નું નામ લેવા માત્રથી જ ભક્તોના જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
આવી જ રીતે એક યુવાન પણ માતા મોગલ ની માનતા પૂરી કરવા કબરાઉ ધામ આવ્યો હતો. તેણે સંકટના સમયમાં માતા મોગલ ની માનતા રાખી હતી.
તે કબરાવ આવ્યો અને માતા મોગલના દર્શન કરીને મણીધર બાપુના આશીર્વાદ પણ લીધા. સાથે જ તેણે મણીધર બાપુને પોતાની માનતા વિશે જણાવ્યું. યુવકે કહ્યું કે તે ગંભીર બીમારીથી પીડિત હતો.
જ્યારે તેના પરિવારને ખબર પડી કે તેને ગંભીર બીમારી છે તો પરિવારના લોકો ચિંતિત થઈ ગયા. યુવકે પણ દવા પી લીધી હતી. પરંતુ માતા મોગલ યાદ આવતાં જ તેને શ્રદ્ધાથી માતા મોગલ ની માનતા રાખી કે તેનું સ્વાસ્થ્ય સારું થઈ જશે તો તે મોગલ ધામ આવીને દર્શન કરશે.
થોડા સમયની દવા પછી જ્યારે તેને ફરીથી રિપોર્ટ કરાવ્યો ત્યારે ચમત્કાર થયો. તેના રિપોર્ટ એકદમ નોર્મલ આવી ગયા અને તે એકદમ સ્વસ્થ થઈ ગયો. શ્રદ્ધાથી તેણે માતા મોગલ ને યાદ કરીને દવાઓ શરૂ કરી તેની અસર થઈ અને તે એકદમ સ્વસ્થ થઈ ગયો.