ગરમ તેલમાં હાથ નાખીને વસ્તુઓ તરતા વ્યક્તિઓ આ ટ્રીક અજમાવે છે… જાણો શા માટે નથી દાજતા હાથ

આજના સમયમાં દરેક ધંધામાં અને વ્યવસાયમાં સતત સ્પર્ધાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ખાણી પીણીની વાત આવે તો તેમાં દિવસે ને દિવસે સ્પર્ધા વધતી જાય છે તેથી લોકો પોતાના ગ્રાહકોને જાળવી રાખવા અને તેમની સંખ્યા વધારવા માટે અવનવા પ્રયોગો પણ કરતા હોય છે. આવું જ એક પ્રયોગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.

આ પ્રયોગ છે ગરમ તેલમાં હાથ નાખીને વસ્તુ તળીને બહાર કાઢવી. આજ સુધી તમે આ ટેકનિકથી ગરમ તેલમાં હાથ નાખીને ઘણા લોકોને વસ્તુઓ તળતા જોયા હશે. સોશિયલ મીડિયા પર આવા ફોટો અને વિડીયો પણ વાયરલ થતા હોય છે જેમાં લોકો ગરમ તેલમાં હાથ નાખે છે પણ તેમને કંઈ થતું નથી. જેનો જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે અને તેમને ધંધામાં નફો પણ થાય છે.

જોકે આ રીતે ગરમ તેલમાં હાથ નાખવા પાછળ એક ટ્રિક જવાબદાર છે. ખાસ ટેકનીક ની મદદ થી ગરમ તેલમાં હાથ નાખવાથી કોઈપણ જાતની મુશ્કેલી વિના વસ્તુને બહાર કાઢી શકાય છે.

જે પણ વ્યક્તિ આ ઉપાય કરે છે તે પહેલા પોતાના હાથને એકદમ ઠંડા પાણીમાં ડુબાડી રાખે છે. ત્યાર પછી તેઓ ગરમ તેલમાં હાથ નાખે છે અને વસ્તુને આરામથી બહાર કાઢી લે છે. હાથ બરફના કારણે ઠંડુ થઈ ગયો હોય છે તેથી જ્યારે ગરમ તેલમાં જાય છે ત્યારે તેની આસપાસ વરાળ બને છે અને તેલ હાથના સંપર્કમાં આવતું જ નથી. વરાળ જ્યારે નીકળી જાય ત્યાં સુધીમાં તો વ્યક્તિ પોતાનો હાથ બહાર કાઢી લે છે. આ ટ્રીક ના કારણે લોકો પોતાનો ધંધો વધારતા હોય છે. તેની પાછળ કોઈ દૈવીય શક્તિ કે કલાકારી હોતી નથી.

Leave a Comment