ગરીબીના કારણે દીકરીને પિતાએ ભણવાની પણ કહી દીધી હતી ના… દીકરીએ પોતાની મહેનતથી આગળ વધીને હવે 32 લાખનું ઘર લઈને પિતાને આપ્યું ભેટમાં

આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જેઓ ગરીબીમાં જીવન પસાર કરતા હોય છે. કયા પરિવારમાં જન્મ થશે તે માણસના હાથમાં હોતો નથી ઘણા પરિવારમાં બાળકોની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે હિંમત હારી જતા હોય છે અને મનથી જ પોતાની ગરીબીને સ્વીકારીને જીવનમાં કઈ કરી શકતા નથી.

પરંતુ તેવામાં કેટલાક લોકો એવા હોય છે જે ગરીબીના પડકારોને પણ ઝીલી લે છે અને હિંમતથી આગળ વધે છે. આવી જ એક દીકરી વિશે આજે તમને જણાવીએ. આ દીકરીનું નામ રુચિ છે અને તે ચંદીગઢ નજીક આવેલા જીરકપુરની રહેવાસી છે. તે ખૂબ જ સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવે છે અને નાનપણમાં તે પોતાના ચાર ભાઈ બહેન સાથે નાનકડા ઘરમાં માતા-પિતા સાથે રહેતી.

તે નાની હતી ત્યારથી જ તેને કંઈક કરવું હતું અને નક્કી કર્યું હતું કે તે મોટી થઈને મહેનત કરીને પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારશે.તને જેમ કેમ કરીને કોલેજ સુધીનો અભ્યાસ કર્યો પણ કોલેજમાં આવ્યા પછી આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેના પિતાએ તેને ભણવાની ના પાડી દીધી. પરંતુ રુચીએ અભ્યાસ કરવા માટે જીદ કરી તો થોડા સમય સુધી તેના પિતાએ તેની સાથે વાતચીત બંધ કરી દીધી.

રુચિને પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવી હતી તેથી તેણે નોકરી કરવાનું નક્કી કરી લીધું. પિતાએ નોકરી કરવા માટે પણ ઇનકાર કર્યો અને કહ્યું કે દીકરીઓ નોકરી ન કરે. થોડા સમયમાં હાલત એવી થઈ ગઈ કે માતાના ઘરેણા પણ વેચવા પડે તેવી સ્થિતિ સર્જાય. જોકે ત્યાં સુધીમાં રુચિ નોકરી કરવા લાગી હતી તેથી તેને પોતાના પિતાને ₹40,000 આપ્યા અને તે ખૂબ ખુશ થઈ ગયા.

ત્યાર પછી નોકરીમાં રુચિ વધારે મહેનત કરવા લાગી અને થોડા સમય માટે ને અમેરિકા જવાની તક મળી હવે રુચિએ પોતાની મહેનતના 32 લાખ રૂપિયાથી ફ્લેટ ખરીદીને પોતાના પિતાને ઘર ભેટમાં આપ્યું છે.

Leave a Comment