ગર્ભવતી પત્નીને દુખાવો શરુ થઈ જતા પતિ તેને તેડીને પહોંચ્યો હોસ્પિટલ, હોસ્પિટલમાં જોનાર પણ થઈ ગયા ભાવુક

દંપતિ તરીકે પતિ પત્નીના જીવનમાં ઘણા સંકટ આવે છે જેનો સામનો તેમને કરવો પડે છે. મુશ્કેલીઓનો સામનો તેઓ સાથે મળીને કરે તો જ જીવન જીવવું શક્ય બને છે. તેમાં પણ જ્યારે પત્ની ગર્ભવતી હોય છે ત્યારનો સમય પતિએ તેનો સાથ બધી રીતે આપવો પડે છે.

તાજેતરમાં જ એવી ઘટના સામે આવી છે જેમાં પત્ની ગર્ભવતી હતી અને તેને દુખાવો ઉપડતા પતિએ તેને ઉચકીને હોસ્પિટલ પહોંચાડી હતી. કારણ ક સ્ટ્રેચર કે અન્ય વ્યવસ્થા હતી નહીં અને પત્ની ચાલી શકે તેમ ન હતી.

આ ઘટના ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં બની હતી. અહીં સરસવાન બ્લોકના બક્ષીના પુરામાં રહેતા સંતોષ કુમાર મજૂરી કામ કરે છે. તેની પત્ની અન્નુ ગર્ભવતી હતી અને તેને પ્રસવ પીડા શરુ થઈ ગઈ હતી.

પતિ પત્નીને લઈ હોસ્પિટલ તો તુરંત પહોંચ્યો પણ હોસ્પિટલમાં વોર્ડ સુધી લઈ જવા માટે સ્ટ્રેચર કે વ્હીલચેર હતી નહી તેથી પતિ પોતાની પત્નીને ઉચકીને વોર્ડ સુધી લઈ ગયો. પત્નીને પતિએ ખભા પર ઉચકી લીધી હતી.

પત્નીની આ હાલત જોઈ બધા લોકો ભાવુક થઈ ગયા હતા. અજાણ્યા લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા અને તેઓ પણ પતિના વખાણ કરવા લાગ્યા જેણે પત્નીને આ તકલીફમાં સાથ આપ્યો.

Leave a Comment