જૂનાગઢમાં કાળજુ કંપાવે તેવી ઘટના બની છે. એક પરિવાર સાથે એક પછી એક એવી ઘટનાઓ બની કે કઠણ કાળજાના વ્યક્તિનું પણ હૃદય રડી પડે. આ ઘટના જૂનાગઢના સોલંકી પરિવાર સાથે બની.
સ્વાસ્થ્ય સમસ્યાના કારણે સોલંકી પરિવારની ગર્ભવતી પુત્રવધુનું અવસાન થયું અને થોડા જ કલાકોમાં પુત્રી પણ મોતને ભેટી. જોકે પરિવારના બે સભ્યોનું અકાડે મોત થયા પછી પરિવાર ઉપર આભ તુટી પડ્યું. પરંતુ પરિવાર એ બંનેના મૃત્યુને મહોત્સવ સમાન બનાવ્યું.
મોનિકાબેન ની ઈચ્છા હતી કે તેમની અંતિમયાત્રા વાંજતે ગાજતે નીકળે એટલા માટે પરિવાર એ વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢી અને બેસણામાં રક્તદાન કેમ્પ કર્યો. પરિવાર એ પુત્ર વધુ મોનિકાબેનને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી.
જૂનાગઢમાં રહેતા 29 વર્ષીય મોનિકાબેન ગર્ભવતી હતા અને તેમને નવમો મહિનો ચાલતો હતો. ડીલેવરી સમયે જ તેમને અચાનક એટેક આવી ગયો અને તેમનું નિધન થયું. ડોક્ટરે તુરંત તપાસ કરી તો જાણવા મળ્યું કે ગર્ભમાં રહેલું બાળક જીવતું છે
તેથી તેમણે તાત્કાલિક સિઝેરિયન કરીને બાળકને બહાર કાઢ્યું. પુત્રવધુ ગુમાવનાર પરિવારને આશ બંધાણી કે તેની છેલ્લી નિશાની દુનિયામાં આવી છે. કદાચ તેઓ આ બાળકીના સહારે મોનિકાબેન ના અવસાન નું દુઃખ થોડું હળવું કરી શકશે. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું
નવજાત બાળકીને પણ ઇન્ફેક્શન લાગી ગયું અને થોડા જ કલાકોમાં તેનું પણ મોત થયું. માતાની અંતિમયાત્રાની સાથે નવજાત બાળકીને પણ અંતિમયાત્રાએ લઈ જવી પડી. જ્યારે નાનકડી બાળકીને દાદાએ પોતાના ખોડામાં લીધી તો તેને જોઈને ધ્રુસકે રડી પડ્યા. મોનિકાબેન ના અવસાન પછી તેમનું ચક્ષુદાન કરવામાં આવ્યું. સાથે જ તેમના બેસણા વખતે પરિવાર એ રક્તદાન કેમ્પનું આયોજન પણ કર્યું.