ગર્ભવતી મહિલા ને અચાનક શરૂ થયો ડીલીવરીનો દુખાવો, 108 ની ટીમે આ રીતે કરાવી ડીલેવરી અને બચાવ્યો માતા અને બાળકનો જીવ

જ્યારે કોઈ મેડિકલ ઈમરજન્સી હોય ત્યારે 108 એમ્બ્યુલન્સ લોકો માટે દેવદૂત બનીને પહોંચતી હોય છે. હોસ્પિટલે બીમાર લોકોને સારવાર માટે લઈ જવા માટે સામાન્ય લોકોને સમસ્યાઓ થતી હોય છે. તેવામાં 108 એમ્બ્યુલન્સ એક કોલ કરવાથી જ ઘરના આંગણે પહોંચી જાય છે.

તાજેતરમાં જ મહેસાણામાં એક ગર્ભવતી મહિલા અને તેના બાળક માટે 108 અને તેની ટીમ દેવદૂત બનીને પહોંચ્યા હતા. અહીંના બોદલા ગામે એક ગર્ભવતી મહિલા ને ડીલેવરી નો દુખાવો શરૂ થઈ ગયો હતો. 108 તુરંત જ મહિલાના ઘરે પહોંચી અને તેને લઈને હોસ્પિટલ જવા માટે રવાના થયા.

જોકે રસ્તામાં એમ્બ્યુલન્સમાં હાજર મેડિકલ ઓફિસર મિતલબેન અને અલીખાને જોયું તો તેમને સમજાઈ ગયું કે સંગીતાબેન હોસ્પિટલ પહોંચે એટલી રાહ જોઈ શકે તેમ નથી. જો ડીલેવરી માં વધારે સમય લાગે તો માતા અને બાળકના જીવને જોખમ થાય

તેથી બંનેએ 108 એમ્બ્યુલન્સમાં જ મહિલાને સારવાર આપી અને તેની ડિલિવરી કરાવી. રસ્તામાં જ બાળકનો જન્મ થઈ જતા મહિલા અને બાળકનો જીવ બચી ગયો.

Leave a Comment