ગાડી રિપેર કરવાનું બિલ આવ્યું 22 લાખ… બિલ જોઈને કારના માલિકે કર્યું આ કામ

સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે જે લોકો પોતાના અનુભવોને શેર કરતા હોય છે. તેવામાં કેટલાક એવા છોકરાઓનારા કિસ્સા પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે જે લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે. આવે છે ઘટના તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રકાશમાં આવી છે. આ ઘટના એટલે વિચિત્ર છે કે લોકો તેની તસવીરો અને તેની વિગતો સતત શેર કરી રહ્યા છે. જોકે આ ઘટના જેવી છે કે તેના વિશે જાણીને તમારા ચહેરાના પણ રંગ ઉડી જશે.

થોડા દિવસ પહેલા બેંગ્લોરમાં ધોધમાર વરસાદ થયો હતો જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદના પૂરના કારણે હજારો વાહન પાણીમાં ડૂબી ગયા હતા. આમ તો હજારો વાહન પાણીમાં ગરકાવ થયા હતા પરંતુ હાલ વોકસવેગન પોલો હેચબેક કાર ચર્ચામાં છે. કારણ કે આ કારના માલિકે જ્યારે તેની કારને રીપેરીંગ સેન્ટરમાં મોકલી પછી જે થયું તે ઘટના જાણવા જેવી છે.

પૂરના પાણીમાં આકાર પણ ડૂબી ગયું હતી ત્યાર પછી કારના માલિકે તેને રીપેરીંગ સેન્ટરમાં મોકલી હતી. કાર તો રીપેર થઈ ગઈ પણ તેનું જે બિલ આવ્યું તેના કારણે કારના માલિક ના પગ નીચેથી જમીન સરકી ગઈ. તમે કલ્પના પણ ન કરી શકો કે કોઈ કારની રિપેર કરવા માટે આટલું મોટું બિલ આવી શકે છે એટલું મોટું બેલ આ માણસને ચૂકવવું પડ્યું.

ઘણી વખત કર્મચારીઓની ભૂલના કારણે કે પછી ટેકનિકલ ખામીના કારણે લોકોને લાખો નું વીજબિલ ભૂલમાં મળી જતું હોય છે. પરંતુ આ કિસ્સામાં કારની કિંમત કરતા બમણું વધારે બિલ રીપેરીંગ સેન્ટરમાંથી માલિકને આપવામાં આવ્યું. બેંગ્લોર ની ઘટના તેના બિલના કારણે જ ચર્ચામાં છે.

જે કારની રીપેરીંગ માટે મોકલવા આવી હતી તે કારની કિંમત 11 લાખ રૂપિયા છે. અને રીપેરીંગ સેન્ટર વાળાએ કારને રીપેર કરીને કારના માલિકને 22 લાખનું બિલ આપ્યું. તેમનું કહેવું છે કે કારના સમારકામમાં 22 લાખ રૂપિયા નો ખર્ચ થયો છે.

આ બિલ સામે આવતા જ પોલોના માલિક અનિરુદ્ધ ગણેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ કારનો ફોટો અને બિલ નો ફોટો શેર કર્યો. Amazon પ્રોજેક્ટમાં મેનેજર તરીકે કાર્યરત છે અને તેને સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર શેર કરી. તેને લખ્યું છે કે કારની કિંમત 11,00,000 છે પણ તેને રીપેર કરવાનો ખર્ચ 22 લાખ થયો છે.

સાથે જ તેણે વીમા કંપનીનો પણ સંપર્ક કર્યો. કારના માલિકનું જણાવવું છે કે કારના દસ્તાવેજ તૈયાર કરવા માટે સર્વિસ સેન્ટર દ્વારા 44 હજારથી વધારે ની માંગણી કરવામાં આવી હતી. જોકે આ મામલે કારના માલિકે કંપની મેનેજમેન્ટ ને ફરિયાદ કરતા 5000 રૂપિયામાં સમગ્ર વાતને પૂર્ણ કરવામાં આવી.

Leave a Comment