આપણા દેશમાં એવા લોકોની સંખ્યા વધારે છે જે ધર્મમાં આસ્થા રાખતા હોય. ધાર્મિક દેશ ગણાતા ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. આ મંદિરો સાથે લોકોની શ્રદ્ધા જોડાયેલી હોય છે. ભક્તો જે ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા હોય તેના દર્શન કરવા દૂર દૂરથી દોડી આવે છે.
આવું જ એક પ્રખ્યાત અને ચમત્કારિક મંદિર લાકડીયા ગામે આવેલું છે. આ ગામમાં માતા મેલડી કાળિયા કુવા માં બિરાજે છે. અહીં દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. અહીં ભક્તો દુઃખના કારણે માતાજીના દર્શન કરવા આવે છે અને પ્રસન્ન ચિત્તે પરત જાય છે.
અહીં મોટી સંખ્યામાં ભક્તો રોજ દર્શન કરવા આવે છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો અહીં વર્ષો પહેલા એક ઘટાદાર વડલો હતો. તેની નીચે કુવામાંથી માતાજી પ્રગટ થયા. અહીં દર્શન કરીને ભક્તો જે પણ માનતા રાખે તે અચૂક પૂરી થાય છે.
ખાસ કરીને રવિવારના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી અહીં માતાજી કુવામાં બિરાજમાન છે. લોકો અહીં તાવા કરવા માટે પણ આવે છે.