છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતના ડાયરાના કલાકારો અને ગાયક કલાકારો વિદેશમાં પણ ધૂમ મચાવી રહ્યા છે. દેશ-વિદેશમાં ગુજરાતી કલાકારો ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્યની રસથાળ પીરસે છે. જેના કારણે દેશ-વિદેશમાં ગુજરાતની આગવી છાપ ઊભી થઈ છે. ગુજરાતની વાત કરીએ તો અહીં ડાયરાના શોખીન લોકો મોટી સંખ્યામાં છે.
કોઈપણ જગ્યાએ ડાયરો કે ભજનની રમઝટ બોલે તો ત્યાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય છે. આવા જ એક ગુજરાતી કલાકાર છે રસ્મિતાબેન રબારી. જેવો સંઘર્ષ કરીને આગળ આવ્યા છે અને આજે હજારો લોકોના દિલમાં રાજ કરે છે.
રસમિતાબેન રબારી એ લગ્ન ગીત થી પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે સૌથી પહેલા ફ્રન્ટી ગાડી ખરીદી હતી અને ત્યાર પછી ધીરે ધીરે તેમની પ્રગતિ શરૂ થઈ અને આજે તેમણે fortuner ગાડી ખરીદી છે. રસમિતાબેન રબારી ના સુરીલા કંઠ ને સાંભળવા માટે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઘૂમટે છે.
રસમિતાબેન રબારી નો જન્મ 26 એપ્રિલ 1995 ના રોજ કાલાવડ તાલુકાના બાંગા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કરણાભાઈ અને માતાનું નામ મંજુબેન છે તેમને બે મોટા ભાઈઓ પણ છે. તેમને નાનપણથી જ સંગીતમાં રસ હતો પરંતુ આ ક્ષેત્રમાં આગળ વધવા માટે તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
એક અકસ્માતમાં તેમના પિતાની આંખ જતી રહી ત્યાર પછી બાળકો ઉપર ઘરની જવાબદારી આવી ગઈ અને રશ્મિતાબેન જ્યારે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ ભજન ગાવા લાગ્યા. નાની ઉંમરથી જ આ ક્ષેત્રમાં સંઘર્ષ કરતા રહ્યા અને ધીરે ધીરે તેમને તેમના ગુરુ જમનભાઈએ સુર અને તાલી નું જ્ઞાન આપ્યું. ત્યાર પછી તેમણે ભજન ના કાર્યક્રમમાં ગીત ગાવાની શરૂઆત કરી.
એક કાર્યક્રમમાં જ્યારે તેમની સાથે કિર્તીદાન ગઢવી ભીખુદાન ગઢવી સહિતના દિગ્ગજ કલાકારો હતા ત્યારે તેઓ ગભરાઈ ગયા હતા પરંતુ બધા જ કલાકારોએ તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને પછી તેમણે ખૂબ જ સારી રીતે પ્રોગ્રામ કર્યો.