ગુજરાતના લોકપ્રિય કવિરાજના પરિવારને મળો આજે, ભાગ્ય જ જોવા મળે છે તેમના પત્ની જાહેરમાં

ગુજરાતના લોક ગાયક જીગ્નેશ કવિરાજ ખૂબ જ પ્રખ્યાતી પ્રાપ્ત કરી ચૂક્યા છે. નાની ઉંમરમાં આટલી લોકપ્રિયતા ભાગ્યે જ કોઈ કલાકારને મળી હશે. જોકે જીગ્નેશ કવિરાજના અંગત જીવન વિશે ખૂબ ઓછા લોકો જાણે છે કારણ કે તેમના પત્ની અને પરિવારના લોકો લાઈમ લાઈટ થી દૂર રહે છે. આજે જીગ્નેશ કવિરાજના પરિવાર સાથે એક મુલાકાત કરીએ અને તેમના પરિવાર સાથેની કેટલીક તસવીરો જોઈએ.

જીગ્નેશ કવિરાજ નો જન્મ ત્રણ સપ્ટેમ્બર 1988 ના રોજ મહેસાણાના ખેરાલુ ગામમાં થયો હતો. બાળપણથી જ કવિરાજ ને સંગીત ક્ષેત્રે લગાવ હતો. તેરા પિતા હસમુખભાઈ બારોટ મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને દાદા તેમજ કાકા પણ સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. તેથી તે નાનપણથી જ પોતાના દાદા કાકા અને પિતા સાથે કાર્યક્રમમાં જ હતા.

જીગ્નેશ કવિરાજ ને ભણવામાં ઓછો રસ હતો પણ સંગીત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી હતી. એક સમયે કવિરાજના ફળિયામાં જ એક લગ્ન પ્રસંગ હતો. જેમાં પહેલી વખત તેમણે લગ્ન ગીત ગાયા હતા. આ લગ્નમાં વિસનગર સંગીત સ્ટુડિયોના કમલેશભાઈ હાજર હતા. તેમણે મણીરાજ બારોટનું લીલી તુવેર સુકી તુવેર ગીત ગાયું અને લોકોને ખૂબ જ પસંદ પડ્યું. કવિરાજ નો અવાજ કમલેશભાઈ ને પણ પસંદ પડ્યો. ત્યાર પછી તેમણે કવિરાજની ઓડિયો કેસેટ બહાર પાડવાનું નક્કી કર્યું.

જીગ્નેશ કવિરાજ ની પહેલી ઓડિયો કેસેટ દશામાની મહેર નામની હતી અને તે ખૂબ જ લોકપ્રિય થઈ અને લાખોની સંખ્યામાં વહેંચાઈ. ત્યારથી જ ગુજરાતમાં તેમનું નામ ચર્ચામાં આવ્યું. ત્યાર પછી જીગ્નેશ કવિરાજ નું હાથમાં છે વિસ્કી અને આંખમાં છે પાણી ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. અત્યાર સુધીમાં તેમણે અનેક ગીતો ગાયા છે અને લગ્ન પ્રસંગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાયરામાં પણ લોકોને મોજ કરાવી છે. જીગ્નેશ કવિરાજ હવે ગુજરાતનું જાણીતું નામ બની ગયા છે.

જીગ્નેશ કવિરાજ એ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તેમના લગ્ન પણ થઈ ચૂક્યા છે તેમને બે બાળકો છે. તેઓ પોતાના પરિવાર સાથે વૈભવી જીવન જીવે છે તેમના પરિવારમાં પત્ની અને બાળકો સિવાય મમ્મી પાપા અને મોટાભાઈ તેમના પત્ની અને તેમના સંતાનો છે. જોકે તેઓ તેના પત્ની સાથે જાહેરમાં જોવા મળતા નથી તેમના પત્ની ચમક દમકની દુનિયાથી દૂર રહે છે.

Leave a Comment