ગુજરાતી સિનેમાનો એક સુવર્ણયુગ હતો. જોકે હવે ગુજરાતી સિનેમા ની પરિભાષા અને ફિલ્મો બદલાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મોનો દાયકો ફરી એકવાર શરૂ થયો છે. તેવામાં રાજસ્થાનથી ગુજરાતમાં આવેલી મમતા સોની એ પણ ગુજરાતી સિનેમામાં ખાસી લોકપ્રિયતા મેળવી છે. ગુજરાતી ફિલ્મોમાં સફળ થયા પછી મમતા સોની વૈભવી જીવન જીવે છે.
મમતા સોની નું નામ આવતા જ રાધા નું પાત્ર સામે આવી જાય છે. જેવી રીતે નરેશ કનોડીયા અને સ્નેહલતા હિતેન અને રોમા માણેક ની જોડી પ્રખ્યાત હતી તેમ વિક્રમ અને ચંદન સાથે મમતા સોની ની જોડી સુપરહિટ ગણાતી હતી. તેને અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને કેટલાક ગુજરાતી આલ્બમમાં પણ તેને કામ કર્યું છે.
મમતા સોની મૂળ ગુજરાતી ન હોવા છતાં પણ ગુજરાતી ફિલ્મોમાં પોતાનું નામ કરી બતાવ્યું છે. મમતા સોની અત્યાર સુધીમાં ગુજરાતી હિન્દી મરાઠી અને રાજસ્થાન એમ કુલ 27 ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. તે અજમેરના કિશનગઢ થી દૂર આવેલા પદૂણ નામના ગામની વતની છે.
મમતા ના પિતા આર્મીમાં એન્જિનિયર છે. મમતા એવા પરિવારમાંથી આવે છે જ્યાં સ્ત્રીઓ ઘરની બહાર બહુ નીકળતી નથી પરંતુ મમતાને નાનપણથી જ ડાન્સ અને અભિનયનો શોખ હતો તેથી તે જામનગરમાં એક સ્પર્ધામાં ભાગ લેવા આવી હતી અને ત્યારે ઇન્ડસ્ટ્રીના જાણીતા કેમેરામેનની નજરમાં આવી ગઈ. ત્યાર પછી તેને સૌપ્રથમ કાંતિ દવેની તરસી મમતા નામની ફિલ્મમાં કામ મળ્યું.
આ ફિલ્મ પછી તેને વિક્રમ ઠાકોર સાથે ઘણી ફિલ્મો કરી અને તેમની જોડી પણ લોકપ્રિય રહી. મમતા સોની ને રાધા નામથી પણ લોકો ઓળખે છે. મમતા સોની ની પહેલી હિટ ફિલ્મ એકવાર પીયુને મળવા આવજે હતી. આ ફિલ્મમાં તે વિક્રમ ઠાકોર સાથે લીડરોલમાં હતી. જ્યારે તેને આ ફિલ્મ કરી ત્યારે તેને ગુજરાતી ભાષા બોલતા આવડતી ન હતી પરંતુ ફિલ્મ માટે થોડા જ સમયમાં તેણે ગુજરાતી શીખી લીધું અને પછી આગવા અંદાજમાં ગુજરાતી બોલીને લોકોના દિલ પર છવાઈ ગઈ.
મમતા સોની એક અભિનેત્રી હોવાની સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને પોતાના ઘરની અને પોતાની દિનચર્યા ની તસ્વીરો અવારનવાર શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે ભારતીય જનતા પાર્ટીમાં પણ સભ્ય તરીકે જોડાવાનું પસંદ કર્યું છે.
તે પોતાના પરિવાર સાથે આલીશાન ઘરમાં રહે છે. મમતા સોની નો પરિવાર વર્ષોથી જૂનાગઢમાં રહે છે પરંતુ મમતા સોની પ્રખ્યાત થયા પછી તેઓ ગાંધીનગરમાં આલીશાન ફ્લેટમાં રહેવા લાગ્યા છે.