તાજેતરમાં જ લગ્નની સિઝન પૂરી થઈ છે અને અનેક કપલે પ્રભુતામાં પગલા પાડ્યા. હવે કપલમાં પોતાના લગ્નને ખાસ બનાવવાનો અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેવામાં ધામધૂમથી લગ્ન કરવાની પ્રથા શરૂ થઈ છે. આ લગ્ન સિઝનમાં ગુજરાતમાં જાણીતા લોકગાયિકા અલ્પા પટેલે પણ લગ્ન કર્યા હતા.
અલ્પા પટેલ એ પોતાના લગ્નજીવનની શરૂઆત કરી છે. અલ્પા પટેલ ના ચાહકોની સંખ્યા પણ લાખોમાં છે અને તેઓ પણ દેશ વિદેશમાં કાર્યક્રમ કરીને પ્રખ્યાત થયા છે. અલ્પા પટેલ ના લગ્ન ઉદય ગજેરા સાથે થયા છે. અલ્પા પટેલ અને ઉદય ગજેરાના લગ્નમાં કલાકારો થી માંડીને રાજકીય હસ્તીઓએ હાજરી આપી હતી.
અલ્પા પટેલ ના લગ્ન માં કિર્તીદાન ગઢવી સાયરામ દવે રાજભા ગઢવી જીગ્નેશ કવિરાજ દેવાયત ખવડ સહિતના કલાકારો આવ્યા હતા અને પર્ફોર્મન્સ પણ કર્યું હતું. અલ્પા પટેલ ના લગ્ન ની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
લગ્નના પ્રસંગે સ્ટેજ પરથી કિર્તીદાન ગઢવી એ ખૂબ જ સુંદર ગીત ગાયું હતું. આ ગીત સાંભળીને અલ્પા પટેલ સાહિત્યના પરિવારજનો ભાવુક થઈ ગયા હતા. અલ્પા પટેલ આજે સફળતાના શિખરો સર કરી ચૂક્યા છે પરંતુ નાનપણમાં તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો છે તેમણે ધોરણ 12 સુધી અભ્યાસ કરીને પી.ટી.સી કરી લીધું. ત્યાર પછી તેમને સંગીતમાં રસ હોવાથી તેમણે સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું. 11 વર્ષની ઉંમરથી તેમણે ગાવાનું શરૂ કર્યું હતું.