ગુજરાતી ફિલ્મોની સુપરહિટ અભિનેત્રી રોમા માણેક એ સમયે ફરીથી ચર્ચામાં આવી જ્યારે ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયરની વર્ણી કરવામાં આવી. નવા મેયર તરીકે હિતેશ મકવાણા ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રોમા માણેકના પતિ છે. ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી દરમિયાન રોમા માણેક પોતાના પતિ સાથે પ્રચારમાં ખૂબ જ સક્રિય રહ્યા હતા.
૪૧ વર્ષીય હિતેશ મકવાણાએ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રોમા માણેક સાથે લગ્ન કર્યા હતા. પ્રચાર દરમિયાન ફરીથી રોમા માણેક લોકોની વચ્ચે જોવા મળી જોકે ગુજરાતી ફિલ્મોથી પ્રખ્યાત થયેલા રોમા માણેક હવે એકદમ અલગ દેખાય છે.
રોમા માણેક ને હાલ કોઈ જોવે તો કદાચ ઓળખી પણ ન શકે. રોમા માણેક એક સમયે ગુજરાતી ફિલ્મોની સુપરહિટ અભિનેત્રી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ગુજરાતી ફિલ્મોથી દૂર છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રોમા માણેક ના નામનો ડંકો વાગતો હતો. રોમા માણેક એ પોતાના અભિનયથી લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉપેન્દ્ર ત્રિવેદી નરેશ કનોડીયા સ્નેહલતા પછી હિતેનકુમાર અને રોમા માણેકે પ્રખ્યાતી મેળવી હતી. હિતેન કુમાર અને રોમા માણેક ની જોડી ખૂબ જ પ્રખ્યાત થઈ હતી જો કે હાલ તે ફિલ્મોમાં સક્રિય નથી. રોમા માણેક ની ફિલ્મોની વાત કરીએ તો દેશ રે જોયા પરદેશ જોયા થી તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગઈ હતી.
જોકે ખૂબ ઓછા લોકો એ વાત જાણતા હશે કે રોમા માણેક મૂળ ગુજરાતના નહીં પણ હિમાચલ પ્રદેશના રહેવાસી છે. 90 ના દાયકા ની શરૂઆતમાં તેણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રોમા માણેકે સાત સાલ બાદ, દિલ હે કી માનતા નહી, હમ કુરબાન, જમાને સે ક્યા ડરના જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તેને મહાભારત સીરીયલ માં પાંડુ રાજા ની બીજી પત્ની માગણી નું પાત્ર પણ ભજવ્યું હતું. ત્યાર પછી તેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જંપ લાવ્યું. જેમાં એક પછી એક સુપરહિટ ફિલ્મો આપીને રોમા માણેક લોકોના દિલ પર છવાઈ ગયા.