ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કુમારના ઘરની જુઓ તસવીરો

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કુમારના ચાહકોની સંખ્યા આજે પણ લાખોમાં. તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દેશરે જોયા દાદા પરદેશ જોયા મૈયરમાં મનડુ નથી લાગતુ પાલવડે બાંધી પ્રીત ઉચી મેડીના ઊંચા મોલ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે અને લોકોના દિલ જીત્યા છે.

હિતેન કુમારની ફિલ્મોની વાત કરીએ તો તેમને અત્યાર સુધીમાં 70 થી વધુ નાટક અને 100 થી વધુ ફિલ્મ કરી છે. તેમના અંગત જીવન વિશે ખૂબ ઓછા લોકો જાણે છે આજે તમને તેમના પરિવાર અને ઘર વિશે માહિતી આપીએ. ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયથી જાદુ ચલાવનાર હિતેનકુમાર મૂળ સુરત પાસે આવેલા ગણદેવીના તોરણ ગામના વતની છે.

હાલ તે પોતાના પત્ની સાથે મુંબઈના મલાડ વિસ્તારમાં રહે છે. તેમણે મુંબઈથી જ ગ્રેજ્યુએશન કર્યું. તેમના પિતા મહેતા તરીકે નોકરી કરતા હતા. તેમના પરિવારમાં કોઈને અભિનયનો શોખ ન હતો. આ શોખ ની શરૂઆત હિતેનકુમારથી થઈ અને તેઓ અભિનયનીકલાના કારણે ખૂબ આગળ વધ્યા.

તેમણે 30 નવેમ્બર 1989 ના રોજ સોનલ મહેતા સાથે લગ્ન કર્યા હતા સોનલ મહેતા ડિઝાઇનર અને એસ્ટ્રોલોજર છે. હિતેન કુમાર અમિતાભ બચ્ચન, નાના પાટેકર, કાજલ, વિદ્યા બાલન વહીદા રહેમાનના ચાહક છે. તેમને પશુ પક્ષી પ્રત્યે ખૂબ જ પ્રેમ છે તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો તે અભિનેતા બન્યા ન હોત તો પ્રાણીઓના ડોક્ટર બન્યા હોત.

હિતેન કુમારને ફ્રી બેસવું પસંદ નથી તે નવરાશના સમયમાં વાંચન કરે છે અને પ્રકૃતિ સાથે સમય પસાર કરે છે. હિતેન કુમારને 8:00 થી વધુ વખત રાજ્ય સરકારનો એવોર્ડ પ્રાપ્ત થયો છે આ સિવાય 50થી વધુ અન્ય એવોર્ડ તેમણે અભિનય માટે મેળવ્યા છે.

Leave a Comment