શોખ મોટી વસ્તુ છે. લોકો પોતાના શોખને પૂરા કરવા માટે કોઈપણ હદે જઈ શકે છે. ઘણા લોકો એવા હોય છે જેમને અલગ અલગ વસ્તુઓ વાપરવાનો શોખ હોય. ઘણા લોકોને મોબાઇલ ગમે છે તો ઘણાને ઘડિયાળ જેવી વસ્તુઓ ગમે છે. પરંતુ આજે તમને એક એવા યુવાન વિશે જણાવીએ જેનો શોખ સૌથી અનોખો છે
એવા અનેક લોકો હોય છે જે પોતાના વાહનને મનપસંદ નંબર મળે તેવો પ્રયત્ન કરે છે. પરંતુ મનપસંદ નંબર મળે તે માટે લાખો રૂપિયા ખર્ચી નાખે તેવી વ્યક્તિ ઓછી હોય છે. આવું કામ ગોંડલના એક યુવાને કર્યું છે. આરટીઓ દ્વારા વાહનમાં અમુક નંબરોની હરાજી કરવામાં આવે છે.
ઓનલાઇન હરાજી મારે હોય તેવા નંબર મૂકવામાં આવે છે અને તેને લેવા માટે વાહન ચાલકોમાં રીતસર પડા પડી થાય છે. પોતાની ચોઈસ નો નંબર લેવા માટે ગોંડલના આ યુવાને 10 લાખથી વધુની રકમ ખર્ચી નાખી.
ગોંડલની ખોડલધામ સોસાયટીમાં રહેતા કૌશિક સોજીત્રા એ 42 લાખ રૂપિયાની fortuner ગાડી ખરીદી હતી. તેની આ ગાડી માટે તેને મનપસંદ નંબર લેવો હતો તેથી તે રાજકોટ સહિતના આરટીઓમાં તપાસ કરી રહ્યા હતા. પરંતુ નવી સિરીઝ આવી શકે તેમ ન હોવાથી તેને પોતાની ચોઈસ નો નંબર લેવા માટે 10 લાખ 21 હજાર રૂપિયા ખર્ચ કરી નાખ્યા.
કૌશિકભાઈ સોજીત્રાએ પોતાની નવી fortuner ગાડી માટે જીજે 18 બીઆર 0009 નંબરની પસંદગી કરે. તેનું માનવું છે કે નવ નંબર તેના માટે લકી છે. તેણે ગત વર્ષે બુલેટ લીધું હતું તેની અંદર પણ તેને નવ નંબરની નંબર પ્લેટ ખરીદી હતી. તેનું કહેવું છે કે આગામી સમયમાં પણ જો તે વાહન ખરીદશે તો તે પ્રયત્ન કરશે કે તેના નંબર પણ નવ જ હોય.