ગૌશાળા બનાવવા માટે ભાઈઓએ સાથે મળીને બાર વીઘા જમીન આપી દીધી દાનમાં…

આજના સમયમાં સમાજની મદદ માટે કામ કરનાર લોકોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે તેવામાં ગાયો માટે એક ઉમદા કામ કરવામાં આવ્યું છે. આજના આ સમયમાં જ્યાં કોઈ વ્યક્તિ પોતાના ભાઈ માટે પણ જમીન મૂકતું નથી તેવામાં રાજસ્થાનના એક પરિવારના ભાઈઓએ મળીને પોતાની બાર વીઘા જમીન ગૌશાળા બનાવવા માટે દાન કરી દીધી.

આ ઘટના રાજસ્થાનના ઝૂનઝૂન જિલ્લામાં બની છે. અહીં ગાયો માટે ભવ્ય ગૌશાળા બનાવવામાં આવી છે. આ ગૌશાળા માટે ૩૨ લાખ રૂપિયા એકત્ર થઈ ગયા હતા. પરંતુ પ્રશ્ન એ હતો કે દાનમાં મળેલા પૈસાથી ગૌશાળા કઈ જગ્યાએ બનાવવી. ગૌશાળા બનાવવા માટે જમીન ન હતી.

તેવામાં રાજેન્દ્ર પ્રસાદ સોની અને રામજીલાલે પોતાની 12 વીઘા જમીનને ગૌશાળા બનાવવા માટે દાન કરી દીધી. ગૌશાળા માટે જમીનદાનમાં મળી જતા ગૌશાળા નું શિલાન્યાશ પણ તુરંત જ કરી દેવામાં આવ્યો. અહીં ગાયોને બધી જ સુવિધાઓ મળી રહે તે માટે એક સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ગૌશાળા બનતા છ મહિના જેટલો સમય લાગશે. રાજસ્થાની આ ઘટના હાલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે ગૌશાળા માટે દાન તો ઘણા લોકો કહે છે પરંતુ ગૌશાળા બનાવવા માટે મોંઘા મુલ્ય જમીનનું દાન કરનાર બે ભાઈઓએ અનોખી માનવતા મહેકાવી છે.

Leave a Comment