સૌરાષ્ટ્રની ભૂમિને સાધુ અને સંતોની ભૂમિ કહેવામાં આવે છે. આ ભૂમિ પર અનેક સાધુ સંતો થઈ ગયા. તેમના આશીર્વાદથી સૌરાષ્ટ્રની ભૂમિને પવિત્રતા મળી છે. સાધુ સંતોએ ધર્મની રક્ષા માટે ઘણા સારા કાર્યો પણ કર્યા છે.
આવા જ સૌરાષ્ટ્રના એક પરોપકારી બાપુ છે કાળું બાપુ. તેઓ છેલ્લા ઘણા વર્ષથી આ ભૂમિ પર વ્રત અને ભક્તિની જ્યોત પ્રજ્વલિત કરી રહ્યા છે.
બગદાણા નું નામ તો તમે સાંભળ્યું જ હશે આનું નામ આવતા બાપાસીતારામ નું નામ મનમાં આવી જાય. આજ ધરતી પર હવે કાળુ બાપુ લોકોને કલ્યાણ અર્થે કામ કરી રહ્યા છે. કાળુબાપુ નું મૂળ ઘર ભાવનગરના ઉમરાળા તાલુકા નું હડમતીયા ગામ છે.
અહીં અનેક લોકો તેમના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. અહીં પણ જલારામ બાપાના ધામ સતાધાર ધામ અને પરબધામની જેમ અન્ન ક્ષેત્ર ચાલે છે. કાળુ બાપુના દર્શન હેઠળ અહીં ધાર્મિક કાર્યોની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે અહીં સમૂહ લગ્ન પણ કરવામાં આવે છે.
કાળુ બાપુ એકદમ નિરગુણ અને સાધુ જીવન જીવે છે. તેઓ શરીર ઉપર કંતાનના વસ્ત્રો પહેરે છે અને હંમેશા મૌન રહે છે. તેઓ પોતાની કુટીરમાં ધ્યાનની અવસ્થામાં જ બેઠેલા જોવા મળે છે. લોકોનું કહેવું છે કે તેમણે ઘણા વર્ષોથી અન્ન ખાધું નથી. તેઓ ભોજન ના સમયે માત્ર દૂધ પીવે છે અને આખો દિવસ ધ્યાનની અવસ્થામાં રહે છે. ક્યારેક જ તેઓ પોતાની કુટીરમાંથી બહાર આવે છે.