છ વર્ષના બાળકે એવી ફેરવી તલવાર કે મોટા લોકોને પણ વળી ગયો પરસેવો

સોશિયલ મીડિયાની દુનિયા એવી છે કે જ્યાં તમને વિશ્વભરની ઘટનાઓ વિશે જાણકારી મળે. અહીં અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. આવું જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાળક તલવાર ફેરવતું જોવા મળે છે.

જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક બાળક શિવરાત્રી ની શોભા યાત્રામાં તલવાર ફેરવીને મોટા લોકોને પણ ચોકાવી દે છે. આજના સમયમાં જ્યારે નાની ઉંમરમાં બાળકો ટીવીમાં અને મોબાઈલમાં સમય પસાર કરે છે ત્યાં આ બાળક શૌર્ય દર્શાવીને તલવારબાજી કરતો જોવા મળે છે.

આટલા નાના બાળકને તમે તલવાર ફેરવતા ક્યારેય નહીં જોયો હોય. તેને તલવાર ફેરવતા જોઈને મોટા લોકોને પણ પરસેવો પડી જાય. લોકો પણ આ વિડીયો જોઈને કહી રહ્યા છે કે ધન્ય છે આ બાળકના માતા પિતાને જેણે આવા સંસ્કાર આપીને બાળકને મોટો કર્યો છે.

Leave a Comment