એક દુર્લભ રોગ ડાયસેફાલિક પેરાફેગસના કારણે એવા બાળકો જન્મે છે જેમના કોઈને કોઈ એક એકબીજા સાથે જોડાયેલા હોય. આ રીતે જન્મેલા બાળકો બચે તેવી શક્યતા ખૂબ ઓછી હોય છે. ઘણીવાર આવા બાળકો જન્મતાની સાથે જ મૃત્યુ પામતા હોય છે તો વળી કેટલાક કિસ્સામાં આવા બાળકો બચી જતા હોય છે.
આ દુર્લભ રોગના કારણે થોડા સમય પહેલા બે બાળકોનો જન્મ થયો હતો. આ બાળકો પેલ્વિસ, પેટ અને છાતીથી એકબીજા સાથે સાથે ચોંટેલા હોય છે. કેટલાક રેર કેસમાં બાળકો મગજથી જોડાયેલા હોય છે. ઘણા બાળકોને 2, 3, 4 પગ પણ હોય છે.
ભારતમાં પણ તાજેતરમાં આવા બાળકોનો જન્મ થયો હતો. આ બાળકો એકબીજા સાથે જન્મથી જ ચોંટેલા હતા. આ બાળકોને બે માથા, 3 હાથ અને 2 હૃદય હતા. આ રીતે બ્રાઝિલમાંથી પણ બાળકોનો આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ડોક્ટરોએ બાળકોને સફળતાપૂર્વક ઓપરેશન કરી અલગ કર્યા છે.
બર્નાડ અને આર્થરને અલગ કરવા માટે ડોક્ટરોએ 7 સર્જરી કરી હતી. તેમનું છેલ્લું ઓપરેશન 33 કલાક ચાલ્યું હતું. જેમાં 100 મેડિકલ કર્મચારીઓ જોડાયા હતા. બાળકોનું ઓપરેશન કરતાં પહેલા વર્ચુઅલ રિયાલિટી સાથે ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ બંને બાળકોની દેખરેખ અઢી વર્ષ સુધી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની સર્જરી કરવામાં આવી આ સર્જરી તેમનું જીવન બદલી દેનાર હતી. ઓપરેશન પછી તેમની તબિયતમાં સુધારો થયો છે.
ડોક્ટરોનું કહેવું છે કે ગર્ભાવસ્થાના થોડા અઠવાડિયા બાદ ફળદ્રુપ ઈંડા બે અગલ ભ્રૂણ બને પછી તેના અંગ બનવાની શરુઆત થાય છે. પરંતુ કેટલાક કેસમાં ગર્ભના વિકાસની પ્રક્રિયા અટકી જાય છે અને બે ભ્રૂણ એકબીજા સાથે મળી અને વિકસીત થઈ જાય છે. ત્યારે આ રીતે બાળકો જન્મે છે.