જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી જ્યારે પણ નીકળે છે ઘરની બહાર ત્યારે લાગે છે પુત્ર વધુ અને પગે.. જાણો કારણ

પગે.. જાણમહેશ સવાણી 4000 થી વધુ દીકરીઓના પાલક પિતા છે. પિતા વિહોણી દીકરીઓ માટે મહેશ સવાણી આધાર સ્તંભ બને છે. દર વર્ષે તેઓ પિતા વિનાની દીકરીઓ માટે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરે છે અને લગ્ન પછીની બધી જ જવાબદારી પણ તેઓ સંભાળે છે.

મહેશ સવાણીએ એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેમને વધુમાં વધુ દીકરીઓને પરણાવી છે. જો તેમની પાસે અદાણી કે અંબાણી જેટલા રૂપિયા હોય તો તે દેશભરમાં પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવત. જેમના લગ્ન મહેશ સવાણીએ કરાવ્યા છે તે દીકરીઓ પણ તેમને પિતા તરીકે જ સંબોધે છે.

મહેશ સવાણીની અન્ય એક ખાસ વાત એ પણ છે કે જ્યારે પણ તે કામ માટે ઘરેથી બહાર જાય છે ત્યારે પોતાની બંને પુત્ર વધુ હોવાના ચરણ સ્પર્શ કરીને નીકળે છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે તેમના ઘરની પુત્ર વધુઓ દીકરીઓ જ છે.

તેમના માટે તે ઘરની લક્ષ્મી છે અને તેથી જ તે બંને પુત્ર વધુ અને પગે લાગીને ઘરેથી બહાર નીકળે છે. તેમનું માનવું છે કે તેમની પુત્ર વધુ જગતજનની છે અને તેમનો વંશ પણ આગળ વધારવાની છે. તેથી તેમના આશીર્વાદ લેવા પુણ્યનું કામ છે.

મહેશ સવાણી જે દીકરીઓના લગ્ન કરે છે તેમાં પણ તેની બંને પુત્ર વધુ હોય તેનો સાથ આપે છે. પુત્ર વધુ દીકરીઓના ખરીદી સહિતની જવાબદારીઓ સંભાળે છે. આ અંગે તેમના દીકરા પણ કહે છે કે પૈસા કમાઈ તો બધા લેતા હોય પણ પૈસા ને કઈ જગ્યાએ વાપરવા તે મહત્વનું છે.

તેમનું કહેવું છે કે તેમના પિતા તેઓ નાના હતા ત્યારથી જ સામાજિક કાર્યો કરે છે. આ કામમાં તેનો પરિવાર પણ તેમને મદદ કરે છે. 30 વર્ષ પહેલા તેમણે સમૂહ લગ્ન કરવાની શરૂઆત કરી હતી. તેમના ચાર સંતાનોના લગ્ન પણ તેમણે સમૂહ લગ્નમાં જ કર્યા હતા.

Leave a Comment