જીવનની દશા વાળતા દશામાં.. અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે દર્શને, માતાજીએ અનેક ને દેખાડ્યા છે પરચા

દશામાના ધામ તરીકે મીનાવાડા ગામ ખૂબ જ પ્રખ્યાત છે. મીનાવાડા ગામ ડાકોર થી 25 કિલોમીટર દૂર આવેલું છે. અહીં દશામાનુ ભવ્ય મંદિર બંધવામાં આવેલું છે. દશામાં અહીં હાજર હજૂર બિરાજે છે અને અહીં આવતા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આજ કારણ છે કે અહીં લાખોની સંખ્યામાં રોજ ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે.

આ મંદિર પાછળ પણ એક કથા છે. વર્ષ 1995 ની આ વાત છે. આ ગામની એક દીકરી દશામાની પરમ ભક્ત હતી. આ દીકરી શ્રાવણ માસ દરમિયાન દશામાનુ વ્રત કરીને નિત્યક્રમ કરી આરતી પૂજા કરતી.

એક દિવસ આ દીકરી ભેંસો ચડાવવા માટે ગઈ હતી. તેવામાં નદી કિનારે આવેલા ખેતરમાં તેની કેટલીક ભેંસ ફસાઈ ગઈ. તેને ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ ભેંસ નીકળી શકે એમ ન હતી. તેના મનમાં એ પ્રશ્ન હતો કે તેની દશામાની આરતી કરવાનો સમય થઈ ગયો છે.

આ સ્થિતિમાં તેને દશામાને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા અને આજીજી કરી કે તેની ભેસોને બહાર કાઢે જેથી તે સમયસર આરતી કરી શકે. આ દીકરી ઉપર દશામાં પ્રસન્ન થયા અને તેની ભેંસો તુરંત જ ત્યાંથી નીકળી ગઈ. આ દીકરીની ભક્તિ જોઈને દશામા એ તેને દર્શન આપ્યા.

ગામની દીકરીને દશામા એ દર્શન આપ્યા છે તે વાત આખા ગામમાં ફેલાઈ અને ત્યારબાદ અહીં મંદિરનો ઝિર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આજે પણ આ દીકરી દશામાની સેવા પૂજા કરી માતાની ભક્તિ કરે છે.

આ મંદિર વિશે ભક્તોમાં માન્યતા છે કે અહીં દર્શન કરવા આવનાર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. જેને સંતાન થતું ન હોય તે પણ અહીં દર્શન કરવા આવે તો તેને સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે.

આ મંદિરે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી લોકો દર્શનાર્થે આવે છે. આ મંદિર નો ઇતિહાસ 700 વર્ષ જૂનો છે. પહેલા અહીં મીનળ નામનું શહેર હતું જ્યાંથી વાણિજ્ય વ્યવહાર થતો હતો. પરંતુ પૂરના કારણે આખું શહેર બરબાદ થઈ ગયું અને ત્યાર પછી મીનાવાડા નામથી લોકો અહીં વસવાટ કરવા લાગ્યા.

બારોટ ના ચોપડે નોંધાયેલી વાત વિશે વાત કરીએ તો 700 વર્ષ પહેલાં નદીના કાંઠે મીનળદેવી એટલે માં દશામાં પારિયા તરીકે બિરાજમાન થયા હતા.

Leave a Comment