વ્યક્તિના શરીરનું સૌથી મહત્વનું અંગ રદય હોય છે. હૃદય જ્યાં સુધી ધબકતું રહે ત્યાં સુધી વ્યક્તિના શરીરમાં પ્રાણ રહે છે. જ્યારે હૃદય બધા ભક્તો બંધ થઈ જાય ત્યારે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.
જોકે આજે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીએ જે હૃદય વગર જીવન જીવી રહ્યો છે. જાણીને ખૂબ જ નવાઈ લાગશે પરંતુ ખરેખર ડોક્ટરોએ યુવકના શરીરમાંથી હૃદય કાઢીને તેનું જીવન બચાવ્યું છે.
લુઈસ નામના વ્યક્તિને હૃદયની સમસ્યા હતી. તેના માટે તે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો. ડોક્ટરોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેનું હૃદય ખૂબ જ નબળું છે. જો કોઈ ઉપાય કરવામાં નહીં આવે તો વ્યક્તિ 12 કલાકથી વધુ જીવન જીવી શકશે નહીં. યુવક પાસે ખૂબ ઓછો સમય હતો તેથી ડોક્ટરોએ યુવકનું હૃદય કાઢીને ઉપકરણ ફિટ કરી દીધા
ડોક્ટરોનું કહેવું હતું કે યુવક આમ પણ જીવી શકે તેમ ન હતો તેવામાં ઉપકરણ લગાવીને જોઈએ તો કદાચ તે જીવી જાય. ડોક્ટરોએ જે ઉપકરણ લગાવ્યા હતા તેના કારણે તેના શરીરમાં લોહીનો પ્રવાહ ચાલુ થઈ ગયો અને આજે પણ આયુર્વે હૃદય વિના જીવન જીવી રહ્યો છે.