છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓ છાશવારે સામે આવવા લાગી છે. તેમાં પણ લગ્ન પછી સાસરિયાઓના ત્રાસ ના કારણે યુવતીઓએ જીવન ટૂંકાવ્યું હોય તેવી અનેક ઘટનાઓ અત્યાર સુધીમાં બની ચૂકી છે. આવી જ ઘટનામાં વધારો ગાંધીનગરમાંથી થયો છે.
ગાંધીનગરમાં સાત માસના લગ્નજીવન બાદ જ એક યુવતીએ જીવકાવી લીધું છે. 23 વર્ષીય હેતલ નામની યુવતીએ ગરમા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. નાની ઉંમરમાં અને લગ્નને માત્ર સાત જ માસ થયા હોય તેવા સમયે યુવતીએ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જોકે સૌથી વધુ ચકચાર તો ત્યારે મચી જ્યારે યુવતીના આત્મહત્યા કરવાનું કારણ સામે આવ્યું.
સાત માસ પહેલા શૈલેષભાઈ પટેલ ની દીકરી હેતલના લગ્ન ગાંધીનગર ના ધ્રુમિલ સાથે થયા હતા. લગ્ન પછી એક માસ સુધી હેતલનું લગ્ન જીવન સુખી ચાલ્યું. ત્યાર પછી સાસુ નણંદ પતિ નો ત્રાસ શરૂ થઈ ગયો. સાત માસ ના લગ્ન જીવનમાં હેતલ તેના પિયર ત્રણ વખત પરત જતી રહી. પરંતુ તેના પરિવારના લોકો હેતલને સમજાવીને પરત મોકલી દેતા કે થોડા સમયમાં બધું બરાબર થઈ જશે.
અહીં સાસરામાં તેનો પતિ અને સાસુ તેના સસરા સાથે અફેર ચાલે છે તેવી વાતને લઈને વારંવાર હેતલને માનસિક ત્રાસ આપતા અને તેના ઉપર હાથ પણ ઉપાડતા. હેતલે આ વાત તેના પરિવારજનોને પણ કહી હતી અને કહ્યું હતું કે તેના સાસુ અને પતિ તેના ઉપર શંકા કરે છે કે તેનું અફેર તેના સસરા સાથે ચાલી રહ્યું છે. આ માનસિક ત્રાસથી હેતલ ખૂબ જ કંટાળી હતી.
વળી તેની નણંદ અને સાસુ પણ ઘરકામ બાબતે તેની સાથે વારંવાર ઝઘડો કરતા. આ બધા જ કારણોને લઈને અંતે કંટાળીને હેતલે પોતાનું જીવન ટૂંકાવવી લીધું. હેતલના પરિવાર જનોઈએ સાસરા ઉપર શારીરિક માનસિક ત્રાસ કર્યાનું આરોપ લગાવ્યો છે. આ ઘટના બની તે દિવસે હેતલના પરિવારજનો તેને મળવા માટે ઘરે ગયા હતા ત્યારે તેમને ખબર પડી કે તેમની બહેને આત્મહત્યા કરી લીધી છે.