દીકરાની મુંડન વિધિ કરવા નીકળેલા પરિવારને નડ્યો અકસ્માત, એક સાથે નીકળી 26 અંતિમયાત્રા

વર્તમાન સમયમાં વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે. તેમાં પણ હાઇવે ઉપર ઘણી વખત અકસ્માત પણ બની જતા હોય છે આવા અકસ્માતમાં ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે.

આજે તમને આવા જ એક ગોઝારા અકસ્માત વિશે જણાવીએ. આ અકસ્માતમાં એક કે બે નહીં પરંતુ 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના કાનપુરમાં બની છે. અહીં ટ્રેક્ટર પલટી ખાઈ જતા 26 લોકોના મોત નીપજ્યા હતા. ટ્રેક્ટર ચાલો કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી મારી ગયું અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા.

એક અકસ્માતમાં 26 લોકોના મોત નિપજતાં ગામમાં શોખનું વાતાવરણ છવાઈ ગયું. જ્યારે ગામમાંથી એક સાથે 26 અંતિમ યાત્રા નીકળી તો ગામના બધા જ લોકો ગમગીન થઈ ગયા હતા.

જાણવા મળતી માહિતી અનુસાર એક જ પરિવારના લોકો ધામધૂમથી પરિવારના દીકરાનું મુંડન કરવા માટે અને માનતા પૂરી કરવા માટે માતાજીના દર્શન કરવા ગયા હતા. મુંડન કરાવીને જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં 26 લોકોના મૃતદેહ નીકળ્યા અને ૧૦ થી વધુ લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી.

Leave a Comment