દેશના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વભરમાં ભારતનું નામ ઉદ્યોગ જગતમાં ચમકાવનાર મુકેશ અંબાણી અને તેના પરિવાર વિશે જાણવા માટે લોકો સતત આતુર રહે છે. દેશમાં એવી કોઈ પણ વ્યક્તિ નહીં હોય જે મુકેશ અંબાણી જેવી સફળતા પ્રાપ્ત કરવા ઇચ્છતું ન હોય.
મુકેશ અંબાણીના પરિવારના દરેક વ્યક્તિ ચર્ચામાં રહે છે પરંતુ સૌથી વધુ ચર્ચા અત્યાર સુધીમાં તેમના ભવ્ય ઘરની થાય છે. મુકેશ અંબાણી તેના પરિવાર સાથે 27 માળના ઘરમાં રહે છે. આ ઘર બનાવવા માટે 45 અબજ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ઘરમાં 27 માળ છે પરંતુ તેની ઊંચાઈ 60 માળની બિલ્ડીંગ જેટલી છે. તેનું કારણ એવું છે કે મુકેશ અંબાણીને તેના ઘરથી સમુદ્રનો નજારો જોવો હતો તેથી તેમણે ઘરની ઊંચાઈ વધારે રાખવાનું નક્કી કર્યું.
તેમના ઘરની વાત કરીએ તો તેના પહેલા છ માળમાં કાર પાર્કિંગ છે, ત્યાર પછીના બે માળમાં હેલ્થ ક્લબ છે અને તેની ઉપર મુકેશ અંબાણીના ઘરે કામ કરતા સ્ટાફના ઘર બનાવવામાં આવેલા છે.
મુકેશ અંબાણીએ પોતાના વૈભવી ઘરને એન્ટિલિયા નામ આપ્યું છે. આ ઘર ₹40,000 સ્ક્વેર ફીટની જગ્યામાં બનેલું છે. તેમના ઘરની દેખરેખ માટે 600 જેટલા કર્મચારીઓને કામે રાખવામાં આવ્યા છે. તેમના ઘરની દરેક જગ્યાને કીમતી અને એન્ટિક વસ્તુઓથી શણગારવામાં આવ્યું છે.
એન્ટિલિયાને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે ગમે એટલી ગરમી પડે ઘરની અંદર ગરમીની અસર થતી નથી. મુકેશ અંબાણી નું ઘર મહેલ થી કમ નથી.