દ્વારકા દર્શન કરવા જાવ તો સાથે આ છ સ્થળની મુલાકાત લેવાનું ન ભૂલતા

ભગવાન કૃષ્ણની સાત પુરીઓ આવેલી છે તેમાંથી દ્વારકા પણ એક છે. દ્વારકા નગરી ને ભગવાન કૃષ્ણએ વસાવી હતી અને અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરીને અને ગોમતી નદીમાં સ્નાન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. દ્વારકા અંગે માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણએ વસાવેલી નગરી જ્યારે ભગવાન કૃષ્ણએ આ ધરતી છોડી ત્યારે સમુદ્રમાં સમાઈ ગઈ હતી. ત્યાર પછી અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. જો તમે દ્વારકા મંદિરે દર્શન કરવા જવાના હોય તો તેની આસપાસ આવેલા આછો સ્થળની મુલાકાત લેવી પણ જરૂરી થઈ જાય છે

જગત મંદિર – ભગવાન કૃષ્ણનું આ પૌરાણિક મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરમાં કુલ 60 સ્તંભ છે અને તે કોતરણીથી સુશોભિત કરેલું છે. ભગવાનના મંદિરમાં પ્રવેશ માટે સ્વર્ગ દ્વાર અને બહાર નીકળવા માટે મોક્ષ દ્વાર બનાવવામાં આવેલું છે.

બેટ દ્વારકા – બેટ દ્વારકા એ જગ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી. અહીં ભગવાન કૃષ્ણનો સૌથી ભવ્ય મહેલ પણ છે. સાથે જ રૂક્ષ્મણીજી, સત્યભામા અને જામવંતીના મહેલ પણ આવેલા છે.

ગોમતી – ગોમતી નદીના કાંઠે જગત મંદિર બનેલું છે અને ગોમતી તળાવ પણ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીં નીચે ઉતરવા માટે સીડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે આ તળાવ ખાતે લોકો પિતૃ તર્પણ અને પિંડદાન કરવા આવે છે. અહીં આ વિધિ કરવાથી મોક્ષપ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે

કૈલાશ કુંડ – દ્વારકામાં કૈલાશ કુંડ પણ આવેલું છે. તેનું પાણી ગુલાબી રંગનું છે અને અહીં સૂર્યનારાયણનું સુંદર મંદિર આવેલું છે. સાથે જ અહીં ગોપી તળાવ પણ આવેલું છે અહીંની માટીને ગોપીચંદન કહેવાય છે.

શંખ તળાવ – અહીં ભગવાન કૃષ્ણએ અનેક લીલાઓ કરી હતી. ભગવાને અહીં શંખ નામના રાક્ષસનો વધ કર્યો હતો તેથી આ જગ્યાને શંખ તળાવ કહેવામાં આવે છે.

શિવરાજપુર – શિવરાજપુર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં લોકો સુંદર સમુદ્રની મજા માણવા આવે છે. શિવરાજપુર બીજ બ્લુ ફ્લેગ ધરાવતો સમુદ્ર કિનારો છે.

Leave a Comment