કચ્છના કબરાઉ માં બેઠેલા માતા મોગલ ના આશીર્વાદ જે ભક્ત ઉપર પડે તેના જીવનમાં કોઈ જ સમસ્યા રહેતી નથી. માતાના શરણે નાત જાતના ભેદ વિના કોઈ પણ ભક્ત જઈ શકે છે. જે પણ ભક્ત માતાના સાનિધ્યમાં જાય છે તેના દુઃખ દર્દ માતા દૂર કરી દે છે. માતા મોગલ ના પરચા ચમત્કારી છે.
માતા મોગલ ના સાનિધ્યમાં મોટી સંખ્યામાં એવા લોકો રોજ દર્શન કરવા આવે છે જેમની ઈચ્છા માતાએ પૂરી કરી હોય. આવો જ એક ભક્ત વડોદરાથી આવ્યો હતો જેનું નામ હર્ષ પટેલ હતું. માતા મોગલ ના દર્શન કરીને હર્ષ મણીધર બાપુને પણ મળ્યો. તેણે મણીધર બાપુને 8000 રૂપિયા આપ્યા.
તેણે જણાવ્યું કે તે પાંચ વર્ષથી બીજાની ગાડીમાં ટ્રાવેલ્સનો ધંધો કરતો હતો. તેણે માતાની માનતા રાખી હતી કે તેના ધંધામાં બરકત આવે હવે એનો ધંધો એટલો સારો ચાલે છે કે તેણે પોતાની પહેલી ગાડી લઈ લીધી અને તેમાંથી જે ભાડું આવ્યું તે માતા મોગલ ને અર્પણ કરવા માંગે છે. તેને કહ્યું કે તેણે નક્કી કર્યું હતું કે જ્યારે તે પોતાની ગાડી લેશે અને તેમાંથી પહેલું ભાડું આવશે તે માતા મોગલના ચરણોમાં અર્પણ કરશે.
ત્યારે મણીધર બાપુએ કહ્યું કે આ રૂપિયા તારા ઘરમાં પિતાની બહેન અને તારી બહેનને આપી દે છે. માતાએ તારી માનતા સ્વીકારી લીધી છે.