આપણા હિન્દુ ધર્મમાં પશુ-પક્ષી અને પ્રાણીને પણ આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ગાય, સાપ જેવા પ્રાણીનું વિશેષ મહત્વ છે. સાપની વાત આવે ત્યારે નાગમણી વિશે ચોક્કસથી મનમાં પ્રશ્ન ઉભો થાય. ઘણા લોકો નાગમણીને કાલ્પનિક ગણે છે તો ઘણા તેને વાસ્તવિક માને છે.
બૃહદ સંહિતામાં જણાવવામાં આવ્યું છે કે દુનિયામાં એવા ઘણા સાપ છે જેને મણીધર સાપ કહેવાય છે. પરંતુ આ પ્રકારના સાપને જોવા ખૂબ જ મુશ્કેલ છે. નાગમણી નો અર્થ થાય છે કે જેમાં મણી સાપના માથા ઉપર જોવા મળે આ વણી દ્વારા પ્રકાશ ફેલાતો હોય છે.
આ મળી નો પ્રકાશ ખૂબ જ તેજ હોય છે અને તે અન્ય રત્ન કરતાં વધુ પ્રભાવશાળી તેમજ તેજસ્વી હોય છે. નાગમણી વિશે એવું કહેવાય છે કે આ રત્નથી કોઈપણ પ્રકારના ઝેરની અસરને દૂર કરી શકાય છે અને વ્યક્તિ કાયમ માટે રોગમુક્ત રહી શકે છે.
અન્ય એક તથા એવી પણ છે કે રાજા કે કોઈ વ્યક્તિ આ વસ્તુને ધારણ કરે તો તે ક્યારેય પરાજિત થતો નથી અને હંમેશા તેની જીત થાય છે. આજ કારણ છે કે નાગમણીને વિશેષ માનવામાં આવે છે પરંતુ આવા સાપ આજના સમયમાં જોવા મળે તે લગભગ અશક્ય છે.