ગ્વાલિયર શહેરના જનક ગંજ પાસે એક કમ કમાટી ભરી ઘટના બની છે. અહીંના અયોધ્યા નગરી વિસ્તારમાં એક પરિવાર પોતાના બાળક સાથે રહેતો હતો. પરિવારમાં મનીષ શર્મા તેની પત્ની માલા શર્મા અને દોઢ વર્ષનો બાળક હતો.
મનીષ અને માલા ના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હતા અને તેઓ અયોધ્યા નગરીમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. મનીષ એ હોટલમાં મેનેજર તરીકે નોકરી કરતો. મનીષ અને માલા એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા અને સુખેથી જીવન જીવી રહ્યા હતા.
લગ્નજીવન થી તેમને એક સંતાન થયું અને તે પણ દોઢ વર્ષનો થઈ ગયો હતો. મનીષ પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી જીવન જીવી રહ્યો હતો. એક દિવસ સવારે તે રોજની જેમ જ કામ પતાવીને હોટલ જવા નીકળ્યો. તે બપોરે પોતાના ઘરે જમવા આવવા નીકળ્યો અને થોડીવારમાં ઘરે પહોંચ્યો. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેના ઘરના દરવાજા ખુલ્લા છે. આ દ્રશ્ય જોઈને તે થોડો ડરી ગયો.
તે તુરંત દોડીને અંદર ગયો હતો તેણે જોયું કે પલંગ ઉપર તેની પત્ની માલાની લાશ પડી છે અને તેની ઉપર દોઢ વર્ષનો બાળક બેઠો બેઠો રમે છે. આ દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા. તે થોડું સ્વસ્થ થયો અને ઘરમાં જોયું તો ઘરનો આખો સામાન વેર વિખેર હતો. તેણે તુરંત જ ઘરના કબાટ ચેક કર્યા તો કબાટમાંથી સોના ચાંદીના દસ્તોલાના દાગીના અને 50000 રોકડા ગાયબ હતા.
તે સમજી ગયો કે તેના ઘરમાં લૂંટના ઇરાદે હત્યા થઈ છે. તે તુરંત જ પોલીસને જાણ કરીને પોતાની પત્નીને હોસ્પિટલ લઈ ગયો પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ આઘાતમાં તે પણ થોડીવાર અવાક થઈ ગયો.